કોરોના : જામનગર રેલ્વે સ્ટેશન પર આકસ્મિક ટેસ્ટ, આવ્યું ચોકાવનારુ પરિણામ

0
813

જામનગર : જામનગર આરોગ્ય તંત્રની બેડી આરોગ્ય શાખા દ્વારા આજે જામનગર રેલ્વે સ્ટેશન પર આવેલ સૌરાષ્ટ્ર મેઈલમાંથી જામનગર આવેલ મુસાફરોના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં શકાસ્પદ પૈકીના એક મુસાફરનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. જેને લઈને પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરનાર અન્ય મુસાફરોને પણ ક્વોરેનટાઈન થવા સુચના આપી દેવામાં આવી છે.

જામનગર આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામેની લડાઈને વધુ સારી રીતે લડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. બેડી આરોગ્ય તંત્ર દ્વારા આજે બપોરે બાર વાગ્યે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે પહોચી પ્રથમ તમામ વ્યવસ્થા ઉભી કરી હતી. જયારે મુંબઈ-ઓખા ટ્રેઈન આવી ત્યારે જામનગરમાં ઉતરેલા તમામ યાત્રીઓના ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વધુ તાપમાન દર્શાવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

એક સોથી વધુ ટેસ્ટ દરમિયાન એક મુસાફરનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને આ મુસાફરને સીધા જ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઓખા તરફ રવાના થયેલ ટ્રેનમાં કે ડબ્બામાં પેસેન્જ આવ્યા હતા તે ડબ્બામાં પેસેન્જરોને પણ પોતાનો ટેસ્ટ કરી હોમ ક્વોરેન્ટાઈનની સલાહ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here