વિટંબણા : કોરોનાની નવી ગાઈડલાઈન લગ્નસરા પર કરશે અસર, જાણો કેવા છે નિયમો

0
296

જામનગર અપડેટ્સ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ  વધતા રાજ્ય સરકારે નીયંત્રણો લાદવાનું શરુ કર્યું છે. શરૂઆતના તબક્કામાં કોરોનાને નાથવા માટે ચાર મહાનગરોમાં સરકારે કર્ફ્યું જાહેર કર્યો છે. આજે વધુ એક ગાઈડ લાઈન તૈયાર કરી છે. જેમાં લગ્ન-મરણ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં જન સંખ્યા નિયત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેના જંગ સામે અનલોક પાંચ સુધીમાં જુદા જુદા નીયંત્રનો હટાવી લેવામાં આવ્યા હતા. જેને લઈને વ્યાપાર-ધંધા અને જનજીવન ધબકતું થયું હતું. ત્યારબાદ કોરોનાના દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે દિવાળીના તહેવારમાં કોરોનાએ ફરી ઉથલો મારતા સરકારે અમદાવાદથી શરુ કરી રાજકોટ, વડોદરા અને સુરતમાં કર્ફ્યું લાદી દીધો છે. કોરોના વધુ સંક્રમિત ન થાય એ માટે વધુ નીયંત્રણો મુકવામ આવ્યા છે. જેમાં લગ્ન, ધાર્મિક અને અંતિમવિધિમાં નાગરિકોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે. આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ લગ્ન સમારોહના ઉજવણીમાં સ્થળની ક્ષમતા કરતા 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 લોકોની મર્યાદા નક્કી કરી છે.

જેને લઈને અગાઉથી નક્કી થઇ ગયેલ લગ્ન સમાંરભ અને વિતરણ થઇ ગયેલ આમત્રણ કાર્ડને લઈને લગ્નસરા વાળો પરિવાર હાલ મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ મૃત્યુ તથા અંતિમ વિધિમાં પણ વધુમાં વધુ ૫૦ લોકોની હાજરી નક્કી કરવામાં આવી છે. તો જે ચાર મહાનગરમાં કર્ફ્યું છે ત્યાં રાત્રી લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી રોક લગાવી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો આવતી કાલ રાતથી જ અમલવારી કરી દેવાની તાકીદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here