જામનગરના વેપારી દંપતીની આ દેશમાં કરાઈ હત્યા, પુત્રીને ઈજા

0
1340

જામનગર : મૂળ જામનગરના અને હાલ દુબઈમાં સ્થાઈ થયેલ એક દંપતીની હત્યાનો બનાવ સામે આવતા જામનગરના પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. આ જ ઘટનામાં દંપતીની પુત્રીને ઈજા પહોચતા તેણી દુબઈની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. જામનગરના વેપારી હિરેનભાઈ અઢિયા અને તેના પત્ની નિધિબેન બે દિવસ પૂર્વે તા. ૧૭મીના રોજ રાત્રે તેમના ઘરે હતા ત્યારે અજાણ્યા સખ્સોએ ઘરમાં ઘુસી બંનેની કરપીણ  હત્યા નીપજાવી હતી. આ બનાવમાં દંપતીની પુત્રી પર પણ હત્યારાઓએ ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. આ યુવતીની હાલાત પર ગંભીર ગણાવાઈ રહી છે. આ ઘટના સમયે મૃતક વેપારીની દસ વર્ષીય પુત્રી અન્ય રૂમમાં હોવાથી તેણીનો આબાદ બચાવ થયો હોવાની વિગતો જાણવા મળી છે. જામનગરના વેપારી હિરેનભાઈ ત્રણેક વર્ષ પૂર્વે જામનગરથી વડોદરા વેપાર અર્થે સ્થાઈ થયા બાદ દુબઈ ખાતે ભાગીદારીમાં કેમિકલ કંપની સ્થાપી હતી અને ત્યાં જ પરિવાર સાથે સ્થાઈ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ જામનગરના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. જોકે હાલ વિમાની સેવા બંધ હોવાથી પરિવાર શોકની સાથે દ્વિધામાં મુકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here