જામનગરમાં આજે વધુ એક કેસ, કોરોના વિસ્ફોટ કાળની શરૂઆત

0
513

જામનગર: જામનગર શહેર સહીત જિલ્લાભરમા દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં તોતિંગ ઉછાળો આવતો જાય છે. ગઈકાલે દિવસ દરમિયાન શહેર સહીત જીલ્લાભરના ૮ દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. જેમાં મોટા ભાગના દર્દીઓ જામનગર શહેરના છે.

જામનગરમાં આજે એટલે કે તા.૧૯-૬-૨૦૨૦ના રોજ કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શહેરમાં ૪૯ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે ગાંધીનગરની હિસ્ટ્રી ધરાવે છે.

જામનગરમાં છેલ્લા નવ દિવસની વાત કરવામાં આવે તો કુલ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ટોટલ કેસની વાત કરવામાં આવે તો આંકડો ૧૦૬ પર પહોંચ્યો છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ છેલ્લા ૧૦ દિવસમાં સામે આવ્યા છે. સતત વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને જામનગર રેડઝોન તરફ ધકેલાયું છે. કોરોના સંક્રમણના સતત વધતા જતા પ્રભાવ બાદ પણ શહેરનું જીવન જાણે સામાન્ય હોય તેમ લાગી રહ્યું છે કારણકે દીવસ દરમિયાન માસ્ક વિહોણા તેમજ સામાજિક અંતરનો અભાવ રાખી અનેક લોકો વિચરતા જોવા મળી રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here