જામનગર : જ્યાંથી પ્રથમ કોરોના કેસ નોંધાયો ત્યાંથી ઘોડા ડોક્ટર પકડાયો

0
684

જામનગર : એક તરફ વહીવટી તંત્ર, આરોગ્ય અને પોલીસ તંત્ર કોરોનાના નાથવા સરકારના માર્ગદર્શન  મુજબ દિવસ રાત એક કરી રહ્યા છે. તેમ છતાં કોરોનાનું સંક્રમણ તીવ્ર વેગથી આગળ વધી રહ્યું છે. આવા સમયે જામનગર સહીત રાજ્યભરમાં અને જગ્યાએ બોગસ ડોકટરો જનઆરોગ્ય સાથે છડેચોક ચેડા કરી રહ્યા છે. આવો જ એક ઘોડા ડોક્ટર જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી રંગે હાથ પકડાયો છે. એસઓજી પોલીસે કાર્યવાહી કરી પંચકોશી બી ડીવીજન પોલીસના હવાલે કર્યો છે.

જામનગર શહેર-જીલ્લામાં સમયાન્તરે કોઈ પણ ડીગ્રી વગરના ઘોડા ડોકટરો પોલીસ અને આરોગ્ય તંત્રની નજરે ચડતા આવ્યા છે. હાલ કોરોનાકાળમાં પણ આવા બોગસ તબીબો કાર્યરત રહે એ જનઆરોગ્ય માટે વધુ જોખમીરૂપ ગણાય, આવો જ એક બોગસ ડોક્ટર જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં છડેચોક પ્રેકટીશ કરી નાગરિકોના આરોગ્ય માટે ખાતરારૂપ બની રહ્યો હોવાની વિગતો સામે આવતા એસઓજી પોલીસે આજે કાર્યવાહી કરી હતી.

દરેડ જીઆઈડીસી ફેસ થ્રી વિસ્તારમાં સેડ નંબર ૪૪૨૩ નમ્બરમાં દિપાલી કલીનીક નામના દવાખાનામાં એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા ઘોડા ડોક્ટર પ્રદીપ ચાવડા નામનો ઘોડા ડોક્ટર દર્દીઓને ચકાશી દવા આપતો મળી આવ્યો હતો. પોલીસે ક્લીનીંક પરથી એક સ્થેથોસ્કોપ, એક બીપી માપવાનું મશીન, ચાર ગ્લુકોઝના બાટલા, ૧૮ નંગ પ્લાસ્ટિકની બાટલા ચડાવવાની નળીઓ, છ નંગ ઈન્જેકશન, જુદી જુદી કંપનીની એલોપથી દવાઓ કબજે કરવામાં આવી હતી. એસઓજીએ આ ઘોડા ડોક્ટરની સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here