જામનગર : અંતે બિહારના બાળકનું પરિવાર સાથે પુન: મિલન, તંત્ર બન્યું સાક્ષી

0
316

જામનગર અપડેટ્સ : ચાઇલ્ડલાઇન, બાળ કલ્યાણ સમિતિ, જામનગરના સંયુક્ત પ્રયાસોથી બિહારના બાળકનું પરિવાર સાથે પુન:મિલન થયું છે. ૨૩ જુલાઇના રોજ જામનગર રેલવે સ્ટેશન પરથી બિહારના સીતામઢી જિલ્લાનો બાળક ‘રાજકુમાર’ ચાઇલ્ડ લાઈન મારફતે મળી આવ્યો હતો.

સી.ડબલ્યુ.સી. દ્વારા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા રાજકુમારને સરકારી ચિલ્ડ્રન હોમમાં સંસ્થાગત કરી કર્મીઓ દ્વારા પરિવારની ભાળ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં સફળતા મળતા પરિવાર સાથે વાતચીત કરી તા. ૩ ઓગસ્ટના રોજ બાળકના પરિવારને જામનગર બોલાવી બાળકને પરિવારને સોંપી તેનું પુન:મિલન કરાવવામાં આવ્યું હતું. આમ બાળ કલ્યાણ સમિતિ જામનગર દ્વારા બાળકનું પુનઃ સ્થાપન કરવામાં આવેલ છે તેમ ચેરમેન બાળ કલ્યાણ સમિતિ જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here