જામનગર : આઠ વર્ષ પૂર્વેના લુંટ વિથ હત્યા પ્રકરણનો આરોપી પકડાયો, હાલ કરતો હતો આવું કાર્ય

0
850

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામે આઠ વર્ષે પૂર્વે થયેલ હત્યા વીથ લુંટ પ્રકરણનાં આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આખરે પકડી પાડ્યો છે. જે તે સમયે પકડાયેલ સખ્સો સહિતનાઓએ રાત્રે સુતેલા વૃદ્ધની હત્યા નીપજાવી દાગીના અંગે રોકડ સહિતની મતાની લુંટ ચલાવી હતી.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામે વર્ષ  ૨૦૧૨માં પોતાની વાડીએ સુતેલા એક વૃદ્ધ પર હુમલો કરી માર મારી અમુક સખ્સોએ કરપીણ હત્યા નીપજાવી હતી. હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓએ રોકડ રકમ અને દાગીનાની લુંટ ચલાવી હતી જે તે સમયે જામનગર પોલીસે અમુક સખ્સોને પકડી પડ્યા હતા. જયારે એક સખ્સ આ જ દિવસ સુધી ફરાર રહ્યો હતો.

આ સખ્સના સગડ મેળવવા પેરોલ ફર્લો સ્કવોડે ગતિવિધિ કરી હતી પરંતુ લાંબા ગાળા બાદ આરોપીનો કલુ મળ્યો હતો જેમાં આરોપી ગુરસિંગ સુમલાભાઈ કટારા ઉર્ફે ગોરસિંગ કટારા નામનો સખ્સ ઉપલેટા તાલુકાના અરણી ગામે જીતુભાઈ નામના ખેડૂતની વાડીએ મજુરી કરતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે અરણી ગામે પહોચી ખેતમજુરી કરતા આ સખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડી કોવીડ ટેસ્ટ કરાવી ધ્રોલ પોલીસને સોંપ્યો હતો. જે તે સમયે સાત સખ્સોએ લુંટ અને હત્યાનું કાવતરું રચી વૃદ્ધની વાડીમાં ઘુસી હત્યા નીપજાવી રોડક અને મોબાઈલ તેમજ ઘરેણા સહિતનો રૂપિયા ૬૧ હજારનો  મુદ્દામાલ લુંટી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here