જામનગર : ખીમલીયા ગામે વાડીમાં ભભૂકી આગ, એક ભેંસનું મોત ,બે દાઝી ગઈ

0
341

જામનગર : જામનગર નજીકના ખીમલીયા ગામે વાડી વિસ્તારમાં ખેતરમાં મોટી લાઇનનો જીવંત વીજ તાર તૂટતા નીચે સૂકાચારા પર પડતા લાગેલી આગની ઝપટે ચડી ગયેલ એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે.જ્યારે બે ભેંસ દાઝી જતા સારવાર આપવામાં આવી છે.

જામનગર તાલુકાના ખીમલિયા ગામે આગની વિકરાળ ઘટના સામે આવી છે. જેમાં સિમ વિસ્તારમાં આવેલ એક ખેડૂતની વાડીની વાડ પર ઉપરથી પસાર થતા 11 કેવી લાઇનનો જીવંત વીજ તાર પડ્યો હતો. હાઈ વોલ્ટેજ તાર વાડ પર પડતા વાડ પાસે નિરણ અને મગફળીના ભુક્કામાં આગ લાગી હતી અને જોતજોતામાં આગ આગળ પ્રસરી ગઈ હતી.વિકરાળ બનેલ આગે ચારો ખાક કરી આગળ પ્રસરી હતી અને ખેડૂતની ખીલે બાંધેલ ભેંસો પણ ઝપટે ચડી હતી જેમાં ત્રણ પૈકી એક ભેંસનું મોત થયું હતું જ્યારે બે ભેંસ સખત રીતે દાઝી ગઈ હતી. આ ઘટના બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી. આગ પર નિયંત્રણ મેળવવામાં આવે તે પૂર્વે ચારો અને એક ભેંસ ખાક થઈ જતા ખેડૂત પર આફતના વાદળો ઘેરાઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here