શૌચાલય કૌભાંડ : અધિકારીઓ અને પેઢીઓએ ‘માલ’ બનાવ્યો, acbએ નોંધી ફરિયાદ

0
708

જામનગર : જામનગર મહાનગર પાલિકામાં ચાલતો  ભ્રષ્ટાચાર નવી બાબત નથી પરંતુ આજે વધુ એક પૂર્વ અધિકારી એસીબીની ટીમે ઘોસ બોલાવી છે. સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવી નિવૃત થયેલ અધિકારી અને કન્ટ્રકશન પેઢી અને અન્ય સખ્સો સામે એસીબીમાં સતાનો દુર ઉપયોગ કરી પૈસાની ઉચાપત કરી લીધી હોવાની ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે.

નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર -06 મા વર્ષ 2014 થી 2017 દરમિયાન બનેલ શૌચાલયો મા ભ્રષ્ટાચાર થયા અંગેના આક્ષેપોવાળી અરજી એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જામનગર એસીબીમાં મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં થયેલ ગોલમાલની અરજી થતા તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં અમુક લાભાર્થીઓના એક સંસ્થાએ શૌચાલય બનાવી દીધેલ હોવા છતા બીજી સંસ્થાઓએ પણ તેવા લાભાર્થીઓના ખોટા ડોક્યુમેન્ટ વાળી અરજી ઉભી કરી, મહાનગરપાલિકામાંથી બીલ મુકી આર્થીક લાભ મેળવી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતું, આ ઉપરાંત લાભાર્થીઓએ સરકારની રોકડ સહાય મેળવીને શૌચાલય બનાવેલ હોવા છતા તેવા લાભાર્થીઓના રહેણાંક મકાને અમુક સંસ્થાઓએ બીજી વખત શૌચાલય બનાવી, ખોટી રીતે આર્થીક લાભ મેળવેલ અને તેવા લાભાર્થીઓએ પણ સરકારની યોજનાનો બે વખત લાભ લીધો હોવાનું પણ સામે આવ્યુ હતું.

આવી ગેરરીતિ કરી બનાવેલ શૌચાલયોના ખોટા બીલોમાં ચકાસણી કર્યા વગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એ પ્રમાણપત્રો આપીને પોતાની રાજ્યસેવક તરીકેની સત્તાનો દુર ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ હતું. જેથી લાંબી તપાસ બાદ આજે એસીબીના પીઆઈ પરમારે આરોપીઓ હસમુખભાઈ વલ્લભભાઈ બેરા, નાયબ ઈજનેર, જામનગર મહાનગરપાલિકા, વર્ગ -2, નિવૃત, કૌશલ વિજયભાઈ ચૌહાણ, અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3,   જામનગર મહાનગરપાલિકા, દીપ પ્રવીણભાઈ વેકરીયા, વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3, જામનગર મહાનગરપાલિકા, નંદભૂમિ ગ્રામવિકાસ ટ્રસ્ટ, આણંદ અને ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ, બોરના તા. લીંબડી, સુરેન્દ્રનગર, જામનગરના જ કવાડ કન્સ્ટ્રક્શન તેમજ ટપુભાઈ માધાભાઇ રાઠોડ સંસ્થા, જામનગર, શેખર શંકર ગોવિંદભાઇ (પ્રજાજન), જામનગર, જટુભા કલુભા જેઠવા (પ્રજાજન), જામનગર સામે એકબીજા સાથે મેળાપીપણું કરી, એકબીજાને મદદગારી કરી સરકારને રૂ. 78,800નું આર્થીક નુકશાન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું

જેને લઈને જામનગર એસીબીની ટીમે આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ-12, 13(1)(ઘ), 13(2), તથા ઈ.પી.કો. 1860 ની કલમ – 467, 468, 34 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ ફરિયાદના પગલે મહાનગરપાલિકા હડકંપ મચી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here