જામનગર : જામજોધપુરથી ચોટીલા દર્શને જતા બાઈક સવાર મિત્રોને નડ્યો અકસ્માત

0
769

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુરના બે મિત્રો ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાના મંદિરે શીશ જુકાવે તે પૂર્વે કાલાવડ-રાજકોટ વચ્ચેના માર્ગ પર એક કારે ઠોકર મારી અકસ્માત નીપજાવતા બંને મિત્રોને હોસ્પિટલ ખસેડાયા છે. રોંગ સાઈડમાં ઘસી આવેલ કાર ચાલક બાઈકને જોરદાર ઠોકર મારી નાશી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જીલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેની વિગત મુજબ કાલાવડ તાલુકા મથકથી ૧૨ કિમી દુર આવેલ કાલાવડ થી રાજકોટ ગામ તરફ જતા રસ્તે આવેલ નવાણીયા ખાખરીયા ગામના પાટીયા સામે રોડ પર ગત તા. ૧૭મીના રોજ બપોરે પુર ઝડપે દોડતી જીજે ૦૩ કેપી ૮૧૫૬ નંબરની કારના ચાલકે રાજકોટ તરફ જતા એક મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં બાઈક ચાલક પ્રતીકભાઇ મનસુખભાઇ વરાણીયા ઉ.વ.૧૯ રહે-ગંજીવાડા મીની બસ સ્ટેંડ પાસે જામજોધપુર અને પાછળ બેઠેલ તેના મિત્ર નિકુંજ બંને ફંગોળાઈ ગયા હતા અને બંનેને હાથ પગ તથા સરીરના અન્ય ભાગે ઈજાઓ પહોચી હતી.

બંને ઘાયલ મિત્રો જામજોધપુરથી મોટર સાયકલ લઇ ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાના દર્શને જતા હતા ત્યારે કાલાવડ પાસે અકસ્માતનો ભોગ બની ગયા હતા. રોંગ સાઈડમાં આવી અકસ્માત નીપજાવી નાશી ગયેલ કાર ચાલક સામે પ્રતિકભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આઈપીસી કલમ ૨૭૯.૩૩૭,૩૩૮ તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here