જામનગર : ભાડે લઇ ગયેલ સખ્સે ફોનમાં કહ્યું ‘બોલેરો દારૂ સાથે પકડાઈ ગઈ છે’ પણ તપાસ કરી તો….

0
483

જામનગર : જામનગરમાં બે સખ્સોએ એક બોલેરો પીક અપ ગાડીને ભાડે કર્યા બાદ રાજસ્થાન લઇ જઈ ગીરોમાં મૂકી નાશી જઈ છેતરપીંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. લીલું ભરવાનું કહી ગાડી લઇ ગયા બાદ ગાડી દારૂમાં પકડાઈ ગયા હોવાનું નાટક કરી બંને સખ્સો ફરાર થઇ ગયા છે.

આ બનાવ અંગે જામનગરમાં ગોકુલનગર મારુતીનંદન સોસાયટી શેરી નં-૫માં રહેતા ગીરીશભાઇ માધાભાઇ શીંગરખીયાએ છેતરપીંડી સબબ સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  જેમાં આરોપી રમેશભાઇ આલાભાઇ ચાવડા રહે.ગોકુલન રડાર રોડ શીવનગર-૨ શેરી નં-૨ જામનગર અને જગદીશભાઇ માલદેભાઇ આબલીયા રહે.જામનગર  વાળાઓ ગત.તા, ૧૨/૧૧/૨૦૨૦ના રોજ વિશ્વાસ અને ભરોસો આપી બંને સખ્સો પોતાની માલિકીની રૂપિયા ત્રણ લાખની બોલેરો પીકઅપ વાહન લીલું ભરવાના બહાને લઇ ગયા હતા. દરમિયાન આ બંને સખ્સોએ ગાડી રાજસ્થાનના સાંચોરમાં ગીરોએ મૂકી પરત કરવા જ આવ્યા ન હતા. દરેડ ગામે બ્લડ બેંકમાં નોકરી કરતા ગીરીશભાઈની આ ગાડી તેના ભાઈ ભાડેથી ચલાવે છે. ગત તા. ૧૨/૧૧ના રોજ તેના ભાઈ રમેસભાઈએ તેઓને ફોન કરી આરોપીઓએ ગાડી ભાડે કરી બનાસકાઠાના ભાભરમાં લીલુ ભરવાના ભાડા અંગે કહે છે. આરોપી રમેશ ચાવડા અગાઉ પણ ગાડી લઇ જતા હોવાથી તેઓને હા પાડી હતી. દરમિયાન આરોપી જગદીશ રાત્રે ગાડી લઇ ગયો હતો. ત્યારબાદ ગાડી પરત આપવા ન આવતા ગીરીશભાઈએ તપાસ કરાવી હતી. જેમાં આરોપી રમેહ્સે કહ્યું હતું કે તમારી ગાડી દારૂમાં પકડાઈ ગઈ છે હું છોડાવી આપીશ, પરંતુ લાંબા સમય બાદ ગાડી પરત ન કરતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જેમાં બંને સખ્સોએ ગાડી રાજસ્થાનના સાંચોરમાં ગીરોએ મૂકી હોવાનુ સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બંને સખ્સો સામે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here