શોક : પુત્રને ટીફીન આપવા જતા વૃદ્ધને બાઈક ચાલકે ફંગોળ્યા, પિતાનું કામ અધૂરું રહી ગયું

0
265

જામનગર : જામનગરમાં પખવાડિયા પૂર્વે દિગ્જામ મિલના મેઈન ગેઇટ સામે જ એક બાઈકે ફંગોળી સાયકલ સવાર વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન અમદાવાદ ખસેડાયેલ સાયકલ સવાર વૃદ્ધનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. દિગ્જામ મીલમાં નોકરી કરતા પુત્રને ટીફીન આપવા જતા વૃદ્ધને બાઈક ચાલકે જોરદાર ઠોકર મારી પછાડી દઈ કપાળ-કાન વચ્ચેના ભાગે ઈજાઓ પહોચાડી હતી.

જામનગરમાં ગત તા. ૪/૧/૨૦૨૧ના રોજ સવારે સાડા દશેક વાગ્યાના સુમારે દીગ્જામ મીલના મેઇન ગેઇટ સામે રોડ પર સાયકલ લઇ પસાર થતા કરમદેવભાઇ મંગરુરામ પ્રજાપતિ ઉવ ૬૮ નામના વૃદ્ધને જીજે ૧૦ સીપી ૬૭૪૧ નંબરના મોટર સાયકલ ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં વૃદ્ધને માથામા તેમજ ડાબી સાઇડ કાનની બાજુમા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જયા લાંબી સારવાર બાદ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી ધરાવે છે. ત્રણેય પરણિત પુત્રો અલગ અલગ રહે છે. જેમાં રાજેશભાઈ નામના પુત્ર સાથે રહેતા વૃદ્ધ ઘટનાના દિવસે દિગ્જામ મિલમાં કામ કરતા તેના મોટા પુત્રને ટીફીન આપવા જતા હતા. ત્યારે દીગ્જામ મીલના ગેઇટ સામે ડીવાઇડરની કટ પરથી ગેઇટમા અંદર જતી સાયકલને ડીફેન્સ કોલોની તરફ થી આવેલ બાઈક ચાલક મહેશભાઇ હરધોરભાઇએ જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here