જામનગર : એક એવો સખ્સ, પોતે ભાડાના મકાનમાં રહેતો અને માલિકીના મકાનમાં કરતો હતો આવું ખોટું કામ

0
420

જામનગર : જામનગરમાં લાલાવાડી આવાસમાં જુગાર રમી રહેલ ચાર સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આવાસમાં રૂમ ધારકે અન્ય જુગારીઓને બહારથી બોલાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હોવાની સામે આવ્યું છે.

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ નવા આવાસમાં બ્લોક નમ્બર જીમાં આવેલ રૂમ નમ્બર ૨૦૫માં પોતાના મકાનમાં સંજયભાઇ લીલાધરભાઇ અંબવાણી રહે હાલ રામેશ્વરનગર માટેલ ચોક શેરી નં ૩ અરજણભાઇના ભાડાના મકાનમા વાળો સખ્સ બહારથી માણસો બોલાવી આર્થિક લાભ માટે નાલ ઉઘરાવી પોતાના આવાસના મકાનમાં જુગાર રમાડતો હોવાની સીટી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે આવાસમાં દરોડો પાડ્યો હતો. ગઈ કાલે સાંજે પાડવામાં આવેલ દરોડા દરમિયાન રૂમ અંદર જુગાર રમી રહેલા મકાન માલિક ઉપરાંત ભગવાનગીરી ગુલાબગીરી ગોસ્વામી રહે મચ્છરનગર આશાપુરા માતાજીના મંદીરની બાજુમા જામનગર, ઇમરાન નુરમામદભાઇ હાજીભાઇ સાયચા રહે બેડીબંદર રોડ બેડીનો ઢાળીયો ઉતરતા જામનગર, સુરેન્દ્રસિહ હનુભા રામસંગ સોલંકી રહે પટેલવાડી ટી.બી હોસ્પિટલ પાછળ દ્વારકેશ પાન પાસે જામનગર વાળા સખ્સોને ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૨૭,૧૮૦ની રોકડ કબજે કરી જુગારધારા ૪/૫ મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here