જામનગર : ભારત ટેસ્ટ મેચ જીત્યું પણ સટ્ટો લેતો સખ્સ જીલાઈ ગયો

0
224

જામનગર : જામનગરમાં સીટી બી ડીવીજન પોલીસે ગુરુદ્વારા ચોકડી પાસેથી એક સખ્સને ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમતા ટેસ્ટ મેચ પર સટ્ટો લેતા પકડી પાડ્યો છે. જયારે સોદો પાડી જે સખ્સ  પાસે કપાત કરાવવામાં આવતી હતી તે સખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે મોબાઈલ ફોન પર સટ્ટો લેતા વિપુલ કાન્તીભાઈ નંદા નામના સખ્સને સીટી બી ડીવીજન પોલીસે આંતરી લીધો હતો જેમાં આ સખ્સ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના ટેસ્ટ મેચ પર રનફેર સહિતનો સટ્ટો લેતો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સના કબ્જા માંથી રૂપિયા  ૧૦૪૦૦ની રોકડ અને એક મોબાઈલ સહીત રૂપિયા ૧૨૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ સખ્સ ભરત ઉર્ફે ભજ્જી નંદા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસે હાજર નહી મળેલા આ સખ્સને  ફરાર જાહેર કરી શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here