જામનગર : માથાભારે સખ્સોએ ખાણીપીણીની રેકડી પર દંગલ મચાવ્યું, તડીપાર-પાસાની તજવીજ

0
886

જામનગર : જામનગરમાં તળાવની પાળ પાસે બે સખ્સોએ ખાણીપીણીની રેકડીએ દંગલ મચાવી તોડફોડ કરી ગુંડાગીરી આચરતા દોડધામ મચી ગઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મારેલી બે સખ્સોએ તરાપ બાદ પોલીસે વળતી કાર્યવાહી કરી બે પૈકી એક સખ્સને પકડી પાડ્યો છે. જાહેરમાં ગુંડાગીરી અચરનાર સખ્સો સામે તડીપાર સહતની કાર્યવાહી કરવામાં આવશે એમ એએસપી પાંડેએ નિર્દેશ આપ્યા છે.

જામનગરમાં કડક આઈપીએસ અધિકારીઓની હાજરી છતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામેં સવાલો ઉઠી રહ્યા છે. કડક એસપી માત્ર જયેશ પટેલના ઓપરેશન માટે જ આવ્યા હોવાનું ચિત્ર ઉપસી આવતા પોલીસ પ્રત્યે નાગરિકો ખફા થઇ રહ્યા છે. પોલીસની કડક છાપ માત્ર રાજકીય ઇસારે મોટા માથાઓ પુરતી જ સીમિત રહી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે ગઈ કાલે લુખ્ખા તત્વોની ગુંડાગીરી સામે આવી હતી. જેમાં તળાવની પાળ પાસેના પેટ્રોલપમ્પ વાળા ઢાળિયા નજીક એક ખાણીપીણીની રેકડી પર આવી ચડેલા બે લુખ્ખા સખ્સોએ રેકડી ધારક સામે દાંડાઈ કરી બોલાચાલી કરી હતી. દરમિયાન ઉસ્કેરાઈ ગયેલ બંને સખ્સોએ દંગલ મચાવી રેકડીના બાકડા અને અન્ય ચીજવસ્તુઓ વેર વિખેર કરી રેકડી ચાલકને માર માર્યો હતો. આ ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. બંને લુખ્ખા તત્વો દંગલ મચાવીને આરામથી ચાલ્યા ગયા હતા. જેને લઈને શહેરીજનોમાં ભય ફેલાયો છે.

આ ઘટના બાદ સ્થળ પર પહોચેલ પોલીસે સ્થળ પંચનામું કર્યું હતું અને બંને સખ્સો સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટના અંગે એએસપી નીતેશ પાંડેના જણાવ્યા અનુસાર બે પૈકી  એક સખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે અન્ય સખ્સ સુધી પહોચવા પોલીસ કામે લાગી છે. આવી ઘટના ક્યારેય ન ચલાવી લેવાય એમ જણાવી એએસપીએ આ બંને સખ્સો સામે તડીપાર કે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here