જામનગર : કોઈના કપાતર પુત્રએ, કોઈને જમાઈએ તો કોઈના પિતાએ દારૂ પી મચાવ્યું દંગલ, પછી પોલીસનું કામ..

0
640

જામનગર : જામનગરમાં દેશી દારૂનું દુષણ એટલી હદે વધી ગયું છે કે સામાજિક સંબંધો હતા ન હતા થતા ચાલ્યા છે.  માત્ર સીટી સી ડીવીજનમાં જ ત્રણ બનાવો એવા બન્યા કે પોતાના પુત્ર, જમાઈ અને પિતા દારૂ પી ઘરે આવી દંગલ મચાવી તોફાન કર્યું હતું. પરિવારના સભ્યોએ નાછૂટકે પોલીસને જાણ કરી મને-કમને પકડાવી દીધા છે પરંતુ દારૂના દૂષણએ સામાજિક અધઃપતન નોતર્યું છે છતાં પોલીસ ગંભીર કેમ નહી બનતી હોય એ મુદ્દો ગંબીર છે.

જામનગરમાં ગઈ કાલે ત્રણ બનાવો એવા બન્યા છે જે સમાચારની રીતે અખબારોમાં નાની જગ્યામાં ફીટ થઇ શકે પણ સામાજિક સંબંધોમાં કડવાસ લાવનારા બની રહયા છે. સામાજિક સબંધના અધઃપતન તરફ દોરી જનારા આ બનાવો દારૂના દુષણનો ચિતાર આપી રહ્યા છે. પ્રથમ બનાવ શહેરના ખેતીવાડી વિસ્તારમાં કોમલનગરમાંથી સામે આવ્યો છે. જેમાં જોગણીનગરમાં રહેતા પ્રવીણ પેમાભાઈ મકવાણા નામનો સખ્સ દારૂ ઢીંચીને ઘરે આવી, બેફામ વાણી વિલાસ અને તોફાન કરવા લાગ્યો હતો. જેને લઈને તેના માતા નવલબેને પોલીસમાં ફોન કર્યો હતો. જયારે આવો જ એક બનાવ જકાતનાકા પાસે વાસાવીરામાં બન્યો હતો જ્યાં ચોકીદારી કરતા નાથાભાઈ દેવાભાઈ ચાવડાએ પોતાના પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણા વરવાળા ગામના જમાઈ મુકેશ મંગાભાઈ ચાંડપાને નાછૂટકે પોલીસના હાથે પકડાવ્યો છે. પોતાની પુત્રીને લેવા ઘરે આવેલ આ જમાઈએ દારૂ પી તોફાન કરતા સસરાએ ૧૦૦ નમ્બરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. જયારે શંકર ટેકરી વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં નરેન્દ્રભાઈ બાબુભાઈ  જાદવે પણ પોલીસને ફોન કરી પોતાના પિતા બાબુભાઈ જાદવને પોલીસમાં પકડાવ્યા હતા. આ વૃદ્ધ પણ દારૂ પી ઘરે તોફાન કરતા પુત્રએ પોલીસ બોલાવી પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here