એકના અનેક : ૧૦ ટકા વ્યાજ, મુદ્દલની ગેરેંટી, ઝાળમાં ફસાયા ૬૦ આસામી, પેઢીએ ફેરવ્યું ૧૦ કરોડનું ફૂલેકું

0
791

જામનગર : જામનગરમાં તગડું વ્યાજ અને ૧૧ માસમાં મૂડી પરત આપવાની લાલચ આપી રૂપિયા ફેરવવાની યોજનાના નામે ટોળકીએ દસેક કરોડનું ફૂલેકું ફેરવી પેઢીને તાળા મારી દીધા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બે એક્સ આર્મીમેન સહીત ઓન રેકોર્ડ ૬૦ આસામીઓએ તગડા વ્યાજની લાલચે રોકાણ કરી છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ઓમ ટ્રેડીંગના નામે પિતા પુત્રોએ પેઢી ચાલુ કરી દોઢ વર્ષના ગાળામાં દસેક કરોડ રૂપિયાના ઉઘરાણા કરી લીધા હોવાની વિગતો સામે આવી છે. સીટી બી ડીવીજન પોલીસે આ પ્રકરણના આરોપીઓ  સુધી પહોચવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

લાલચુ માણસ કોઈને કોઈ વાત શિયાળ જેવા માણસોના હાથે ફસાઈ જાય છે આવો જ કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં  હીરેન મહેન્‍દ્રભાઇ ઘબ્બા અને તેના પિતા મહેન્‍દ્રભાઇ ઘબ્બા, અને હસમુખસિંહ જીતુભા પરમાર તોસીફ બશીરભાઇ શેખ નામના ચારેય સખ્સોએ શહેરના પીએન માર્ગ પર આવેલ નિયો સ્ક્વેર બિલ્ડીંગમાં ઓમ ટ્રેડીંગ નામની પેઢી ખોલી હતી. જેમાં રૂપિયા ફેરવવાની યોજના બનાવી આરોપીઓએ સ્કીમ બહાર પાડી જાહેરાત કરી હતી. આ ચારેય આરોપીઓએ પોતાની ઓફીસમાં જય મહેન્‍દ્રભાઇ ઘબ્બા, આશાબેન હીરેન ઘબ્બા અને સંગીતાબેન(એકાઉન્‍ટન્‍ટ) તમામે મળી છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં શહેરના અનેક આસામીઓને રોકાણ કરાવવા લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. શહેરના એક સો થી ઉપરાંત આસામીઓ પાસેથી દસેક કરોડનું રોકાણ મેળવી લઇ, પેઢીને તાળા મારી દીધા હતા.

આરોપી પિતાએ જાહેર નોટીસ -ચેતવણી પણ આપી…

આ પેઢી સામે ચીટર ટોળકીનો  ભોગ બની ચૂકેલ એક્સ આર્મીમેન રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ દરબાર રહે.ડીફેન્‍સ કોલોની એરફોર્સ નં.૧ રોડ બાલાજી પાર્ક-૩ પ્‍લોટ નં.૮૩/૩ વાળાએ સીટી બી ડીવીજનમાં તમામ સાતેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૧૧૪ તેમજ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્કયુલેશન એકટ ૧૯૭૮ ની કલમ ૩,૪ અને ૫ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ રૂપીયા રોકવાની લાલચ આપી તેની પાસેથી રૂ.૩૩,૦૦,૦૦૦ તેમજ તેની સાથે અન્ય ૫૩ સાથીદારો પાસેથી રૂ.૨,૭૭,૨૫,૦૦૦ મળી કુલ રૂ.૩,૧૦,૨૫,૦૦૦ તેમજ અન્‍ય કસ્‍ટમરના રૂપીયા મળી કુલ દસેક કરોડ રૂપીયાના ઉઘરાણા કરી, બેન્‍ક એકાઉન્‍ટમાં જમાં કરાવી, જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ, યોજનાના નિયમ મુજબ મુદત પુરી થયે રૂપીયા પરત નહી આપી રૂપિયા ઓળવી ગયા હતા.

કૌભાંડનો મુખ્ય સુત્રધાર હીરેન બગ્ગા…

આરોપીઓએ આસામીઓ સાથે પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઇ કર્યાનો ગુનો નોંધી પીઆઈ કે જે ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીઓએ મૂડી રોકાણ પર માસિક દસ ટકા વ્યાજ આપવાની લાલચ અને અગ્યાર  માસ બાદ મુદ્દલ પરત કરવાનો પણ વાયદો કર્યો હતો. પ્રથમ બે-ત્રણ મહીને વ્યાજ આપ્યા બાદ આરોપીઓએ પેઢી બંધ કરી દઈ રફુચક્કર થઇ ગયા હતા.

કોનો કોની ? કેટલી મૂડી ફસાઈ ?

એક્સ આર્મીમેંન રણવીરપ્રતાપસિંહના ૨૫ લાખ, એક્સ મેન હસમુખ ચિન્હલાના સાડા દસ લાખ, રવિ પાઠકના ૩૮ લાખ, પ્રવીણ પરમાર  રૂપિયા ૭ લાખ, મિત રાઠોડના ૫ લાખ, જીતેન્દ્ર ગોવિંદભાઈ ગોંડલીયાના સાત, લાખ, શૈલેશ તન્નાના એક લાખ, માલતીબેન મકવાણાના એક લાખ, વિશાલ નારોડાના છ લાખ, જયસુખ પરમારના અઢી લાખ, મુકેશ વાઘેલાના એક લાખ, કાંતાબેન પ્રજાપતિના ત્રણ લાખ, પ્રીતેશ પ્રજાપતિના બે લાખ, મેહુલ પ્રજાપતિના દશ લાખ, ધર્મેશભાઈ ગોંડલિયાના દોઢ લાખ,  સુરેશ વાઘેલાના પાંચ લાખ, કમલેશ વાઘેલાના દોઢ લાખ, નરેશ ઝાલાના ત્રણ લાખ,  મહેશ ભોગાવતના સાત લાખ, સુનીલ ગોંડલિયાના પાંચ લાખ, પૂજાબેન ગોંડલીયાના ત્રણ લાખ, પ્રકાસભાઈ ગોંડલીયાના બે લાખ,  ધાર્મિક ગોંડલિયાના ચાર લાખ, રાણીબેન ગોંડલીયાના ત્રણ લાખ, મિતેશ પરમારના ત્રણ લાખ, દિનેશ મંગેના ત્રણ લાખ, મીનાદેવી માથુરના એક લાખ,  ચિરાગ રાઠોડના બે લાખ, રૂપિયા રમેશ રાઠોડના પાંચ લાખ, રૂપિયા રિદ્ધિ સોલંકીના ત્રણ લાખ, નીખીલ રાઠોડના પોણા ચાર લાખ, જસ્મિતાબેન જાદવના એક લાખ,  અરુણાબેન કણજારીયાના પાંચ લાખ, આશિષભાઈ કણજારીયાના ત્રણ લાખ, ભીખુભાઈ  કણજારીયાના બાર લાખ, મીરાં ચોહાણના એક લાખ, સુરેશ ચોહાણના ચાર લાખ, રૂપેશ ચોહાણના બે લાખ, રાજેશ કબીરાના ચાર લાખ, અજય વાઢેરના એક લાખ, સંજય ચોહાણના ત્રણ લાખ, નવીનભાઈ ગોહેલના ત્રણ લાખ, સાગર બાબરિયાના દોઢ લાખ, અતુલ રાઠોડના નવ લાખ, મનીષ વાઘેલાના બે લાખ કિલ્લી, વાઘેલાના ત્રણ લાખ, કમલેશ વાઘેલાના દોઢ લાખ, હેમલતા રામાણીના પાંચ લાખ, ઉમેશ રાઠોડના બે લાખ રૂપિયા, જ્યોત્શનાબેન બોડાના ૧૯ લાખ, સતીષ બરેડીયાના એક લાખ, ધીરેન સોલંકીના બે લાખ રૂપિયા, સંજય વાઘેલાના દોઢ લાખ, મહેશ પરમારના એક લાખ રૂપિયા, ચમન બારૈયાના પાંચ લાખ, હાર્દિક ઢાંકેચાના નવ લાખ રૂપિયા, મહેશ અમરશીભાઈ ઝાલાના વીસ લાખ સહિત આ ટોળકીએ શહેરના દોઢ સોથી વધુ આસામીઓ સાથે દસેક કરોડથી વધુ રકમના સીસામાં ઉતાર્યા હોવાની વિગતો બહાર આવી છે.

પૈસાની સામે એટલી જ રકમનો ચેક

જે રોકાણકાર પોતાની મૂડીનું રોકાણ કરતો તે આસામીને  પેઢી એટલી રકમનો ચેક આપતી હતી. ફરિયાદી એક્સ આર્મીમેન રણવીરપ્રતાપસિંહે રૂપિયા ૨૫ લાખ રોક્યા હતા. તેઓને ૨૫ લાખ ઉપ્રાંત માસિક વ્યાજ પેટે ત્રણ હપ્તે રૂપિયા ૯.૬૭ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. અન્ય આસામીઓને પણ ચેક આપ્યા હોવાનું સામે આવ્યું છે. રોકાણ કર્યાની તારીખથી ૧૧ માસ પછીનો કોરો ચેક પણ આપતા, જેથી અગ્યાર માસ પછી એ આસામી પોતાની રકમ જે તે બેંકમાંથી પરત લઇ શકે. પરંતુ આમ કરતા અનેક આસામીઓ ફસાઈ ગયા છે.

આવી રીતે ચાલતું હતું નેટવર્ક

આરોપીઓએ જાહેર માધ્યમો તથા પ્રેમલેટ છપાવી પોતાની ઓમ ટ્રેડીંગ પેઢીની લોભામણી જાહેરાત કરી હતી. ઊંચું વ્યાજ અને પૈસાની ગેરેંટી સહિતની લાલચ આસામીઓને પેઢી સુધી દોરી ગઈ હતી. આસામીઓની મૂડીનું શેર બજારમાં રોકાણ કરી, મહીને દસ ટકા વ્યાજ આપવાની લાલચ આપી આરોપીઓએ રૂપિયા એકત્ર કરી લીધા હતા.પૈસા ફેરવવાની યોજના બહાર પાડી આરોપીઓએ સવા ત્રણ કરોડ રૂપિયા ઉપરાંત દસેક કરોડનું ફૂલેકું ફેરવી પેઢીને તાળા મારી દીધા હતા. ઉપરની ઓફીસથી નાણા ફસાઈ ગયા છે એવા બહાના બતાવી આરોપીઓ રફુચક્કર થઇ ગયા છે. પ્રથમ આસામીઓએ હિરેન ધબ્બાને રૂપિયા આપતા હતા. આ આરોપી પોતાના તથા પત્ની આશા ભાઈ જય ધબ્બા અને આરોપી હસમુખભાઈ જીતુભા પરમારના બેંક એકાઉન્ટમાં, અન્ય તોશિફ બસીરભાઈ શેખ અને એકાઉન્ટન્ટ સંગીતાના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હતા.

આરોપીએ આરોપી પુત્ર કહ્યામાં નથી એવી જાહેરાત પણ કરી

આ ટોળકીમાં મુખ્ય ભૂમિકા ધબ્બા પિતા-પુત્રની છે. બંનેએ અન્ય આરોપીઓ સાથે મળી રૂપિયા ફેરવવાની યોજનાની અમલવારી કરી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હતી. પેઢીને તાળા લાગી જતા આસામીઓએ આરોપી મહેન્દ્ર ધબ્બાના ઘર સુધી તપાસ કરાવી હતી. પરંતું આરોપી પિતા મહેન્દ્રભાઈએ પુત્ર કહ્યામાં નથી એમ જણાવી હાથ ખંખેરી નાખ્યા હતા અને એવી વકલી મારફતે જાહેર નોટીસ પણ બહાર પાડી હતી. જેથી ઉઘરાણી કરવા વાળા આસામીઓ ઘરે ન આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here