જામનગર : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ, આરોપીઓના નામ જાહેર ન કરાયા

0
462

જામનગર : રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરાયા બાદ જામનગર જીલ્લામાં આ કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. જામનગરની ભાગોળે આવેલ દરેડ ગામે મસીતીયા રોડ પર બે સરકારી સર્વે નંબરમાં મોટી પેસ કદમી અંગેની ખરાઈ બાદ અંતે દબાણકર્તાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટી ઈન્ટરનેશનલ શાળા અને ગૌ શાળા સહીત અનેક રહેણાકમાં તબદીલ થઇ ગયેલ વિસ્તારના તમામ દબાણકારોને નોટીશ પણ આપી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ પ્રકરણ કોર્ટમાં ગયું છે. આ કાર્યવાહી વચ્ચે આજે પંચકોશી બી ડીવીજન પોલીસમાં અનેક આસામીઓ સામે તગડો ગુનો નોંધવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

જામનગરમાં દરેડ ગામે મસીતીયા રોડ પર બે સરકારી જમીન પર અનેક આસામીઓએ પેસ કદમી કરી જમીન પચાવી પાડી છે. આ જમીન પરત મેળવવા સરકારે અહી રહેતા ૮૦૦ ઉપરાંત આસામીઓ અને શાળા, ગૌશાળા સહિતના સંચાલકોને આખરી નોટીસ આપી જગ્યા ખાલી કરી દેવા સુચના આપી હતી. અંતિમ નોટીસ બાદ આ પ્રકરણ કોર્ટ મેટર બન્યું હતું. આ કાર્યવાહી વચ્ચે આજે તંત્ર દ્વારા સરકારના નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અહી દબાણકારો પૈકી ૬૪ દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટમુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી પ્રતિનિધિ તરીકે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જો કે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી એમ પીએસઆઈ કાટેલીયાએ જણાવ્યું છે. બીજી તરફ આ પ્રકરણમાં જે જે દબાણકારો છે તે તમામની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગી શકે છે એમ પણ પોલીસ સુત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે આ પ્રકરણમાં અગામી સમયમાં આરોપીઓના નામ વધવાની પણ શક્યતાઓ સમાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here