જામનગર : દરેડ જીઆઈડીસીમાં છકડાએ ઠોકર મારતા ગેરેજ સંચાલક ચાલકનું મોત

0
334

જામનગર : જામનગરન ભાગોળે આવેલ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સેનોર કારખાના સામે ગઈ કાલે રાત્રે છકડા રીક્ષાએ ઠોકર મારતા મોટર સાયકલ સવાર ગેરેજ સંચાલકનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે છકડા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે. ત્રણ ભાઈઓ પૈકીના સૌથી મોટા ભાઈના મૃત્યુના પગલે સતવારા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

આ બનાવની પંચકોશી  બી ડીવીજન પોલીસ દફતરમાંથી સાંપડતી વિગતો અનુસાર, શહેરની ભાગોળે આવેલ દરેડ ગામના જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે આઠેક વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફેસ ૨માં આવે;  સેનોર કારખાનાની સામે જાહેર રોડ ઉપરથી પુર ઝડપે પસાર થતા જીજે ૧૦ ટીવી ૦૮૭૧ નંબરના રીક્ષા ચાલકે સામેથી આવતા મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં મોરકંડા ગામે કન્યાશાળાની બાજુમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ કટેસિયા નામના મોટરસાયકલ ચાલક બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા બેસુધ થઇ ગયા હતા. દરમિયાન ૧૦૮માં ઘાયલ રમેશભાઈને શહેરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતોં અને રીક્ષા ચાલકની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવીંદભાઇ ખીમજીભાઇ કટેસીયાએ પંચકોશીબી ડીવીજન પોલીસ દફતરમાં આરોપી રીક્ષા ચાલક સામે અઈપસી કલમ ૨૭૯ ૩૦૪(અ) તથા એમવી એક્ટ ૧૭૭,૧૮૪, મુજબ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પીએસઆઈ સી એમ કાટેલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here