જામનગર : મહિલા પણ છુરી હુલાવી શકે છે, વાંચો આ કિસ્સો

0
371

જામનગર : જામનગરમાં નદીપા રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં એક મહિલાએ બે મહિલાઓ પર હુમલો કરી, બીભત્સ વાણી વિલાસ આચરી, એક મહિલા પર છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હોવાનું સામે આવ્યું છે. ફોન પર બીભત્સ વાણીવિલાસ આચરતી આરોપી મહિલાને ના પાડતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ગઈ કાલે સાંજે સાડા છ વાગ્યે નદીપા રોડ, અંબાજી નો ચોક, સંઝરી એપાર્ટમેન્ટમાં ઘટેલી ઘટનાની વિગત મુજબ, અહી રહેતા અફસાનાબેન ઇમ્તીયાઝભાઇ ઓસમાણભાઇ રફાઇ ગઈ કાલે એપાર્ટમેન્ટના પગથીયા ચડતા હતા ત્યારે અહી જ રહેતી બેનઝીર મકસુદ ચાકી અગાસી મા ઉભા-ઉભા ફોન મા તેણીનુ નામ લઇ ને ગાળો બોલી રહેલ હતા, જેને લઈને અફસાનાબેન તથા હીનાબેનએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી આરોપી મહિલા ઉસ્કેરાઈ ગઈ અને હીનાબેનને  થપ્પડ મારી દીધી હતી. આરોપીના આ પગલાને લઈને અફસાનાબેને પકડી લેતા તેણીએ અફસાનાબેનને પણ માર મારવા લાગયા હતા. જેથી બંને મહિલાઓ ત્યાંથી ભાગવા લાગી હતી. જેને લઈને  આરોપીએ પાછળથી ઇટના છુટા ઘા મારી અફસાનાબેનને માથા તથા ડાબા પગના અંગુઠામા ઇજા કરી બાદમા આરોપીએ પોતાના ઘરમા રહેલ છરી વડે હુમલો કરી એક ઘા જમણા હાથની કોણીની ઉપર ના ભાગે ઇજા લોહી લુહાણ કરી નાખી હતી. આ ઘટનાને લઈને અફસાનાબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લઇ તેણીએ આરોપી બેનઝીર સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here