જામજોધપુર : ચુર ગામના આર્થિક કૌભાડમાં સંડોવાયેલ તત્કાલીન ઉપસરપંચની ધરપકડ

0
345

જામનગર : જામજોધપુર તાલુકાના ચુર ગામના બે સરપંચ અને સરકારી વિભાગોના કર્મચારીઓએ મળીને ચાર વર્ષ પૂર્વે આર્થિક કૌભાંડમાં સંડોવાયેલ ઉપ સરપંચની એસીબીએ ધરપકડ કરી છે. આ પ્રકરણમાં બે પૂર્વ સરપંચ અને બે સરકારી બાબુઓ સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના ચુર ગામે વર્ષ ૨૦૧૬-૧૭માં તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઈ રાઠોડ અને નીતેશસિંહ જાડેજા સામે ટીડીઓએ જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં બંને સરપંચ દ્વારા સરકારીની જુદી જુદી યોજનાઓ હેઠળ રબારીવાસમાં પાણીની ટાંકી અને ગામતળમાં પાઈપ લાઈનનું કામ કરેલ ન હોવા છતાં રૂપિયા ૧,૮૯,૪૦૦ની રકમનું સબંધિતોને ચૂકવણું કર્યું હતું. આ ચૂકવણા પૂર્વે જવાબદાર સરકારી કર્મચારી-અધિકારીએ ખાતરી કર્યા વગર, સતલ પર કામ થયાની ખરાઈ કર્યા વિના, ખોટા માપ લખી માપપોથીમાં દર્સાવી, કામ પૂર્ણ ન થયું હોવા છતાં પૂર્ણ થયાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. ફરિયાદને લઈને એસીબીની ટીમે બંને સરપંચની ધરપકડ કરી રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી હતી. જેમાં જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તાત્કાલિક અધિક મદદનીશ ઈજનેર દર્શન હસમુખભાઈ પરમારની સંડોવણી સામે આવી હતી જેને લઈને એસીબીની ટીમે જામનગર રહેતા આ અધિકારીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. જેમાં તત્કાલીન તલાટીની ભૂમિકા સામે આવી હતી. જેથી એસીબીની ટીમે તત્કાલીન તલાટી અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રવજી મનસુખ ધારેવાડીયાની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે.
દરમિયાન આ પ્રકરણમાં તત્કાલીન ઉપસરપંચની સંડોવણી ખુલવા પામી હતી. જેને લઈને એસીબીએ શોધખોળ હાથ ધરી હતી. લાંબો સમય ફરાર રહ્યા બાદ એસીબીએ આરોપી ઉપસરપંચ કિશોરસિંહ લાલુભા જાડેજાએ આગોતર જમીન મેળવવા અરજી કરી હતી જે અરજી નામંજૂર થતા આરોપી ફરાર થઇ ગયો હતો. દરમિયાન ફરાર રહેલ આરોપીના ના સગળ મેળવી આજે એસીબીના પીઆઈ એડી પરમાર સહિતના સ્ટાફે તત્કાલીક્ન ઉપસરપંચની ધરપકડ કરી છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here