જામજોધપુર : વેપારીઓએ આપેલ 29 તોલા સોનાની કારીગરને ત્યાંથી ચોરી, ચાલક તસ્કરોએ કર્યું એવું કે…

0
760

જામનગર અપડેટ્સ  : જામજોધપુર તાલુકા મથકે સોનાના દાગીના ઘડતર કરતા એક બંગાળી કારીગરના કબ્જામાં રહેલ વેપારીઓનું રૂપિયા 12.62 લાખનું 29 તોલા સોનુ ચોરી થઈ જતા ચકચાર મચી ગઇ છે. શહેરના વેપારીઓએ દાગીના બનાવવા આપેલ 29 તોલા સોનાની ચોરી થઇ જતા જામનગરથી એલસીબીની ટિમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. ચાલક તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે ચોરી કરી લઇ જતા તસ્કરોના સગડ મેળવવા માટે પોલીસને લાંબી કસરત કરવી પડશે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે માતબર ચોરીની ઘટના ઘટી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. અહીં વર્ષોથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓના દાગીના બનાવતા એક બંગાળી કારીગરના ઘરને ગત રાત્રે તસ્કરોએ નીસાન બનાવ્યું હતું. જેની વિગત મુજબ, ગત રાત્રે શુભાષ રોડ પર આવેલ ભૂત મેળી  શેરી,આ સોનાની ઘડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઈ શેખ નામના ધંધાર્થીના રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. જેમાં દુકાનના દરવાજાનું તાળુ કોઈ પણ રીતે તોડી અંદર પ્રવેશેલ શખસો અંદર લાકડાની અલગ અલગ પાડલીના ખાનામાં રાખેલ ઘડાઈ માટે આવેલ 29  તોલા સોનાને હાથ વાગ્યુ કરી ચોરી કરી લઇ ગયા હતા. રૂપિયા 11,62,000ની કિંમતનું સોનુ ચોરી કરી ચાલાક તસ્કરો રૂમ અંદર રહેલ સીસી ટીવીનું ડીવીઆર પણ સાથે લેતા ગયા હતા. જેથી ચોરી પકડાઈ ન જાય, આ બનાવની સવારે નવેક વાગ્યે જાણ થતા બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. જેને લઈને જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસનો કફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here