હાય રે બેકારી !! એ યુવાનને જીવવું હતું પણ બેરોજગારીએ ન જીવવા દીધો, આખરે આવું કર્યું યુવાને

0
420

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં બેકારીને કારણે રોજગારી નહીં મળતા  કાલાવડના એક યુવાને જીવતરનો અંત આણ્યો છે. લાંબા સમયથી બેકાર બેસી રહેલ યુવાને આખરે બેકારી સામે ઘૂંટણ  ટેકવી ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે. યુવાને કામ  ધંધો શોધવાના ઘણા પ્રયાસ કાર્ય હતા પરંતુ રોજગારી ન મળતા  આખરે જીવાદોરી ટૂંકાવી લઇ ફાની દુનિયાને અલવિદા કર્યું છે.

જામનગર જિલ્લામાં કોરોના કાળમાં અનેક યુવાનોની રોજીરોટી પર માંથી અસર પડી છે. અનેક લોકો બેકાર થઇ ગયા છે. ત્યારે કાલાવડમાં આવા જ એક બેરોજગાર યુવાને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તાલુકા મથકે જીવાપર રોડ પર મોમાઈ કોલોનીમાં રહેતા સાગર હંસરાજભાઈ મકવાણા ઉવ 20 નામના યુવાને પોતાના ઘરે આજે સવારે સાડા દસ વાગ્યા પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જયસુખ મકવાણાએ જાણ કરતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઈના નિવેદન મુજબ સાગર હાલ બેરોજગાર હતો. કોઈ કામધંધો મળતો ન હોવાથી થોડા દિવસથી પરેશાન રહેતો હતો. આ જ કારણે તેણે  અંતિમ પગલું ભરી લીધું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે. કાલાવડ પોલીસે મૃતકનો કબ્જો સંભાળી, પીએમ વિધિ પર પાડી આગળની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here