હત્યારો : દોઢ વર્ષના પ્રેમસંબંધનો કરુણ રકાસ, બેવફાઈની શંકા જતા પ્રેમીએ જ યુવતીને પતાવી દીધી

0
622

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના પડાણા- ઝાખર વચ્ચેના માર્ગ પર યુવતીની હત્યા નીપજાવી આરોપી ફરાર થઇ ગયા બાદ મેઘપર પોલીસે વારદાતનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને તેની ભાભીના ભાઈએ પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. દોઢ વર્ષના પ્રેમ સબંધમાં આરોપીને બેવફાઇની શંકા જતા પ્રેમીકાને પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામથી ઝાખર ગામ તરફ જતા માર્ગ પર ગત તા. ૧૪મીના રોજ ૨૦ થી ૨૫ વર્ષીય વય ધરાવતી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાથના ભાગે એસ ત્રોફાવેલ યુવતીની ઓળખવિધિ માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. અને બે દિવસ બાદ યુવતીની ઓળખ થવા પામી હતી. જેમાં આ યુવતી જામનગરની સ્વામી નારાયણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામની સીમા કાનાભાઈ ઉવ ૨૦ નામની યુવતી હાલ રાજકોટ ખાતે નર્સિંગનો અભ્યાસ કરે છે અને કોરોનાને લઈને કોલેજ બંધ હોવાથી અહી નર્સ તરીકે નોકરીમાં જોડાઈ અહી જ હોસ્ટેલમાં રહેતી હતી. પોલીસે તેણીના મોબાઈલ નબરના આધારે તપાસ હાથ હતી જેમાં ઓખા મંડળના મીઠાપુરમાં નાગેશ ઉર્ફે નક્ષ મનુંભાઈ વેગડાએ છેલ્લે મોબાઈલ નંબર પરથી વાતચીત કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ સખ્સ સુધી પહોચવા કવાયત હાથ ધરી હતી. જેમાં આ યુવાન મીઠાપુરમાંથી મળી આવતા પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી છે. પ્રથમ ના કબુલ જતા યુવાને અંરે હત્યાની કબુલાત કરી હતી. જેમાં છેલ્લા દોઢ વર્ષથી આરોપી નાગેસને યુવતી સાથે સંબંધ હોવાની કબુલાત કરી હતી. તેણીની સાથે લગ્ન કરવા માગતા યુવાનને છોડી યુવતી અન્ય યુવાન સાથે વાતચીત કરવા લાગી હતી. જેથી પ્રેમિકાની બેવફાઈની શંકા જતા તેણીની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. આરોપી મૃતક સીમાના ભાઈનો સગો સાળો થતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here