જામજોધપુર: સીદસર ગામે એલસીબીની મોટી જુગાર રેઇડ

0
629

જામજોધપુર તાલુકાના સીદસર ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગાર પર જામનગર એલસીબી એ દરોડો પાડી સાત શખ્સોને આબાદ પકડી પાડ્યા છે. પોલીસના દરોડા દરમ્યાન રૂપિયા 2.15 લાખની રોકડ સહિત રૂપિયા ૨.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એલસીબીએ જામજોધપુર પોલીસ દફતરમાં જુગાર ધારા મુજબ સાથે છઠો સામે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકા મથક થી 12 કિલોમીટર દૂર આવેલ સીદસર ગામની પાવની સીમ વિસ્તારમાં આશિષ ગોપાલ મકવાણા નામનો સાખ્સ પોતાની વાડીની ઓરડીમાં બહારથી જુગાર રસીકો બોલાવી જુગાર રમાડતો હોવાની જામનગર એલસીબી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે એલસીબીના સ્ટાફે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. સાંજે 5:30 વાગ્યાના સુમારે પાડવામાં આવેલા ધરોડા દરમિયાન અહીં જુગાર રમી રહેલા વાડી માલિક સહિત રમેશભાઈ બાબુભાઈ મકવાણા, બબાભાઈ દેવાનંદભાઈ ચાવડા, શૈલેષ મનુભાઈ માણાવદરિયા, રણજીત હરદાસભાઇ પરમાર, દેવાણંદ માલદેભાઈ નંદાણીયા અને ચારોલભાઈ રમેશભાઈ માણાવદરિયા નામના સાત શખ્સો આબાદ ઝડપાઈ ગયા હતા.

પોલીસે તમામ શખ્સોના કબજામાંથી રૂપિયા બે લાખ પંદર હજારની રોકડ અને એક મોટરસાયકલ તથા છ મોબાઈલ સહિત રૂપિયા 2,650૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે ગોહિલએ જામજોધપુર પોલીસ દફતરમાં સાથે શખ્સો સામે જુગાર ધારા ચાર-પાંચ મુજબ ફરિયાદ નોંધાવતા પીઆઇ વાય આર જોશી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here