ધ્રોલ: ખાનગી કંપનીનાં એકાઉટન્ટ સોમનાથ ગયાને પાછળથી થઈ માતબર ચોરી

0
209

ધ્રોલ તાલુકા મથકે  માતબર ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાધે રેસીડેન્સી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા જયંતભાઈ ઓમ પ્રકાશભાઈ રાઠોડ ગત તારીખ 24 મીના રોજ સવારના 10 વાગ્યે પોતાના મકાનના તાળા મારી ઈન્દોરથી આવેલા મિત્ર સાથે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા.

દરમિયાન પાછળથી આ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનના દરવાજાનો લખો તોડી અંદર પ્રવેશેલા કોઈ શખ્સોએ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં રાખેલા રૂપિયા 3,20,000 ની રોકડ તથા બેડરૂમમાં પ્લાસ્ટિકના ફોલ્ડીંગ કબાટના કપડા નીચે રાખેલા સોના ચાંદીના દાગીના તથા રૂપિયા 10,000 ની કાંડા ઘડિયાળ સહિત રૂપિયા 44 હજારનો સામાન હાથવગો કરી નાસી ગયા હતા. રોકડ ઉપરાંત સોના ચાંદીના મુદ્દામાલ અને ઘડિયાળ સહિત રૂપિયા 3,64,000 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને નાસી ગયા હતા. 

પાડોશમાં રહેતા એક પાડોશીએ જયંતભાઈને ફોન કરી પોતાના ઘરના દરવાજા ખુલ્લા હોવાની અને ચોરીની શંકા હોવાની જાણ કરી હતી. જેને લઈને તેઓ તુરંત ધ્રોલ આવી ગયા હતા. ચોરીનો તાક મેળવી તેઓએ સ્થાનિક પોલીસ દફતરમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. મૂળ રાજસ્થાનના જયંતભાઈ રાઠોડ દિલીપ બિલ્ટકોન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટ તરીકે નોકરી કરે છે. ધ્રોલ ખાતે પીપળીયા રોડ ના કામ ચાલી રહ્યું છે, જે સંદર્ભે તેઓ ધ્રોલમાં રોકાયા છે. ત્યારે કંપનીના કામ માટેના રોકડ રૂપિયા સહિતના મુદ્દામાને ચોરી થઈ જતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here