જામનગર: આપમાં જોડાયેલા પૂર્વ સાંસદના પુત્રવધુ જુગારધામ ચલાવતા પકડાયા હતા

0
374

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલની પુત્રવધુ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જોકે રાજકીય પંડિતોની ગણતરી મુજબ તેના આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાથી કોઈ મહત્વના થઈ શકે તેવા ઉલટફેર કે કોઈ સંકેત દેખાતા નથી તો બીજી તરફ ભ્રષ્ટાચાર વિરોધી અને પ્રામાણિક ગણાવતી આમ આદમી પાર્ટી એ પણ પોતાની નીતિ નેવે મૂકીને દિવ્યા પટેલને પોતાની પાર્ટીમાં સમાવ્યા છે કારણ કે આ એ જ દિવ્યા પટેલ છે જે અગાઉ જુગારધામ ચલાવતા પકડાઈ ચૂકયા છે.

ચારેક વર્ષ પૂર્વે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલના પુત્ર સાથે વિખવાદ થતા પુત્રવધુ દિવ્યા પટેલ પરિવારથી અલગ રહેવા લાગયા છે. ચાર વર્ષ પૂર્વે દિવ્યા પટેલે મીડિયા સમક્ષ આક્ષેપો કરી પરિવાર તેને મારી નાખવા માંગે છે તેમ જણાવી કથિત સાંયોગિક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. ત્યારબાદ તેઓએ પૂર્વ સાંસદના પરિવાર સામે કોર્ટમાં કેસ કર્યો છે આ કેસ હજુ ચાલુ છે, ત્યારે વર્ષ 2021માં જાન્યુઆરી માસમાં એલસીબીએ આ જ દિવ્યા પટેલને તેમના નિવાસસ્થાનેથી જુગારનો અખાડો ચલાવતા પકડી પાડયા હતા. જે તે સમયે 57 હજારની રોકડ સહિત પોણા બે લાખના મુદ્દામાલ સાથે 14 મહિલાઓને પકડી પાડ્યા હતા.
આ જ દિવ્યા પટેલ છે તાજેતરમાં આમ આદમી પાર્ટી માં જોડાયા છે. જોકે આમ આદમી પાર્ટી પોતાની છબી પ્રમાણિક અને બિન ભ્રષ્ટાચારી તરીકેની પ્રસ્થાપિત કરી છે ત્યારે જુગાર રમતા પકડાયેલ દિવ્યા પટેલ ને સમાવવા નિયમો તેમ નેવે મૂકી દીધા એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે ચાલી રહી છે.

તો બીજી તરફ રાજકીય વિશ્લેષકો દિવ્યા પટેલના આપમાં જોડાવવાથી કોઈ સખળ ડખડ નહીં સર્જાય એમ માની રહ્યા છે. કારણકે દિવ્યા પટેલ ના તો કોઈ સંસ્થા સંગઠન કે અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે જેને બહુ મોટું જન સમર્થન હોય, અનુમાન અને અટકળો વચ્ચે દિવ્યાબેન પટેલના રાજકીય પ્રવેશ આગામી સમયમાં જામનગરના રાજકારણમાં કેવા પરિબળો ને જન્મ આપશે ? ઉપરાંત રાજકીય પંડિતોનો આ દાવાઓ કેટલો સબળ છે તે આવનારો સમય કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here