ભાણવડ નજીકના ચાંદવડ ગામના વૃદ્ધ ખેડૂતને આંતરી બે લાખની લૂંટ

0
866

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાંદવડ ગામના વૃદ્ધને સુતરીયા ગામ પાસે બે શખ્સોએ લૂંટી લીધા હોવાની ઘટના સામે આવતા નથી જવા પામેલ છે જમીનનો શોધો કેન્સલ થતા ટોકન પેટે રહેલી બે લાખની રકમ લઇ વૃદ્ધ ભંડારીયા ગામ થી પોતાના ગામ તરફ જતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ અર્ધ રસ્તે બાઈકના અંતરી લઈ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે પોલીસે લૂંટ ચલાવી નાસી ગયેલા બંને શખ્સો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લૂંટના આ બનાવની સંસનાટી ભરી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂતો લખમણભાઇ ભીખાભાઈ ચુડાસમા ગઈકાલે સાંજે 6:45 એક વાગ્યે ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામેથી પોતાના ચાંદવડ ગામે જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સુતરીયા ગામની ગોલાઈ પાસે આછા અંધારામાં બે શખ્સોએ વૃદ્ધ ના મોટરસાયકલ આડે પોતાનું મોટરસાયકલ નાખી પાછળ બેઠેલા શખશે વૃદ્ધનો કાઠલો પકડી પછાડી દીધા હતા. જેમાં તેઓને માથા તથા જમણા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી દરમિયાન આ જ સખશે વૃદ્ધના મોટરસાયકલમાં રહેલ રૂપિયા બે લાખની રોકડ ભરેલ થયેલીની લૂંટ ચલાવી બંને શખ્સો પરત નાસી ગયા હતા.

આ બનાવ અંગે સુતરિયા ગામના લોકોને જાણ થતા તેઓએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ભાણવડ પોલીસે વૃદ્ધનું નિવેદન નોંધી, બે અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. આ ઘટનાના પગલે દ્વારકા એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.વૃદ્ધની પોતાની જમીનનો સોદો કેન્સલ થતાં ટોકન પેટે આવેલ બે લાખ રૂપિયા ની રોકડ રકમ તેના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયા ની વાડીએ થી લઈ પોતાના મોટરસાયકલમાં ભંડારીયા ગામથી ચાંદવડ ગામે જતા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે આશરે 25 થી 30 વર્ષની વય ધરાવતા બે શખ્સોએ લૂંટ ચલાવી નાસી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. વૃદ્ધની જમીનનો સોદો કેન્સલ થયો છે અને રૂપિયા બે લાખની રોકડ લઈ તેઓ પોતાના ગામ જતા હોવાની લૂંટારો શખ્સોને અગાઉથી જ જાણ હોવાની પોલીસે આશંકા દર્શાવી આ જાણભેદુ લૂંટારૂ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here