શિક્ષક સાધારણ હોય ? અધધ.. અપ્રમાણસરની સંપતી છે આ ‘માસ્તર’ પાસે, સાત દિવસના રિમાન્ડ

0
732

જામનગર : અમરેલી જીલ્લાના રાજુલાના ત્રીજા વર્ગમાં ફરજ બજાવતા શિક્ષક સામે નોંધાયેલ ભ્રષ્ટાચાર સંબંધિત કેસ બાદ એસીબીની ટીમે આ શિક્ષક પાસેની અપ્રમાણસરની મિલકતનો ટાળો મેળવ્યો હતો. જેમાં અધધ કહી સકાય તેવી મિલકતની આકારણી કરવામાં આવી છે. એસીબીની કાર્યવાહી બાદ ફરજ મોકૂફ કરાયેલ શિક્ષકનો કબજો લઇ એસીબીની ટીમે શિક્ષકને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઉછરતા હોય છે એવી વાયકા ખરેખર સાચી ઠરી છે. જેમાં શિક્ષકનો નેગેટીવ રોલ સામે આવ્યો છે. વાત છે અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા મથકે ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાભલુભાઈ નાગભાઈ વરુની, અહી શિક્ષક સામે અપ્રમાણસરની મિલકતનો કેશ નોંધાયા બાદ એસીબીએ તેની સંપતિની આકારણી કરી હતી. જેમાં આ શિક્ષક પાસેથી રૂપિયા એક કરોડ ૨૬ લાખ ૬૨ હજાર બસ્સો ત્રેવીસ રૂપિયાની ગેર વ્યાજબી સંપતી મળી આવી હતી જેને લઈને ગત તા. ૧/૯/૨૦૨૦ના રોજ એસીબીની ટીમે આ શિક્ષક સામે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો હતો. આજે એસીબીની ટીમે જેલમાં રહેલ આ શિક્ષકનો કબજો સંભાળ્યો છે અને કોર્ટ સમક્ષ રજુ કરી સાત દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ શરુ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here