જામનગર : આયુર્વેદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાંચમાં માળેથી લગાવ્યો મોતનો કુદકો, કારણ અંકબંધ

0
751

જામનગર : જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી બિલ્ડીંગના ઉપરના માળેથી કૂદકો લગાવી આપઘાત કરી લીધો છે. જો કે આ આપઘાત કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કચ્છના વિધ્યાર્થીએ કયા કારણે આપઘાત કર્યો છે તેનું તારણ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી વિજય અજમલભાઈ ઠાકોરે યુનિવર્સિટીના બિલ્ડીંગ પરથી જંપલાવી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં દોડધામ મચી જવા પામી હતી. ૧૦૮ની ટીમે તુરંત ઘટના સ્થળે પહોચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો.

જો કે સિટી બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામનો વિધ્યાર્થી બીએએમએસમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે કયા કારણોથી આપધાત કર્યો છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર વિધ્યાર્થીએ પોતાની જાતે જ કૂદકો લગાવી જીવ દીધો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here