થોડા વરસાદમાં રાવલ ચોથી વખત બેટમાં ફેરવાયું, કારણ છે આવું

0
660

જામનગર : છેલ્લા પખવાડિયાથી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વરસી રહેલ વરસાદને લઈને લીલા દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે જીલ્લાના મોટાભાગના જળ સ્ત્રોત બે-ત્રણ વખત છલકાઈ ગયા છે અને અમુક છેલ્લા પખવાડિયાથી ઓવરફલો થઇ રહ્યા છે. પરંતુ એક ગામ એવું પણ છે જે જીલ્લાની મહતમ વસ્તી ધરાવે છે. આ ગામમાં વગર વરસાદે ચોથી વખત બેટમાં ફેરવાઈ ગયું છે. જેને કારણે જનજીવન પર પ્રતિકુળ અસર પડી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના તાલુકા મથકોમાં દરરોજ વરસાદ નથી પડતો પરતું છેલ્લા એક પખવાડિયાથી ગ્રામ્ય પંથકમાં દરરોજ વરસતા વરસાદ લીલા દુષ્કાળની ભીતિ સેવી છે. ખંભાલીયા તાલુકાના દ્વારકા રોડ પર આવેલ કુવાડિયાથી શરુ કરી છેક દાત્રાણા વચ્ચે રોજ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ભાણવડ પંથકના બરડા વિસ્તારમાં આવી સ્થિતિ છે. જેના પરિણામે તાલુકાના વર્તુ સહિતના ડેમો પાંચ વખત ઓવર ફલો થયો હતો. વર્તુ ડેમના ઉપરવાસમાં સતત વરસાદના પરીણામે તંત્રને ડેમના દરવાજા ખોલવા મજબુર થવું પડે છે. વખત ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ સાઈટથી ૪૦ કીમી સુધીના વિસ્તારના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. જેમાં કલ્યાણપુર તાલુકાનું મહતમ વસ્તી ધરાવતું રાવલ ગામ સતત ચોથી વગર પાણી પાણી થઇ ગયું છે. આજે ગુરૂવારે સવાર ડેમના વધુ ચાર દરવાજા ખોલવામાં આવતા રાવલ ગામ બેડમાં ફેરવાઈ ગયું છે. મ્યુનીસીપલ બરો ધરાવતા આ ગામમાં નદીના સામે કાંઠેના વિસ્તારમાં હનુમાન ધાર અને બારિયાધાર વિસ્તાર પાણીમાર ગરકાવ થઇ ગયો હતો. ગામના મુખ્ય માર્ગ પાણીમાં ગરક થઇ ગયા છે. આજે સાંજે ચાર વાગ્યાથી આ સ્થિતિ ધીરે ધીરે પાણી પાણીમાં તબદીલ થતું ગયું અને જનજીવન હોડી પર આવી ગયું હતું.
વર્તુ ડેમ ઉપરાંત સાની ડેમના પાણી પણ રાવલ નગર પાલિકાના વિસ્તારમાં ઘુસી જતા હાલ શહેરીજનોની હાલત કફોળી બની છે. દોઢ મહિનામાં આ ચોથી વખત ગામ બેટમાં ફેવાઈ ગયું હોવાના સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here