વાવાઝોડું : કેટલી સ્પીડ, કયા જીલ્લાઓને કેટલા કલાક ઘમરોળશે ‘તૌકતે’ ? આવી છે સંભાવના, જાણો

0
4530

જામનગર : જામનગર સહીત સૌરાષ્ટ્ર, ઝાલાવાડ અને ઉતર ગુજરાત પર હાલ તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આજ સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્રના કોડીનાર અને ઉના વચ્ચેથી જમીન પર પ્રવેશ કરશે એવો વર્તારો હવામાન વિભાગે દર્શાવ્યો છે. સાથે સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કેન્દ્રબિંદુથી એક સો કિમીના વિસ્તારને ચક્રવાત અસર કરશે. ઉપરાંત ૧૦૦ થી ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ તૌકતે નામના વાવાઝોડુ મુંબઈ છોડી સૌરાષ્ટ્ર તરફની કુચ કરી છે. અત્યારે સવારના નવ વાગ્યાની વાત કરીએ તો હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉનાથી તેના ૨૨૯ કિમી દુર છે, જો ઘેરાવાની વાત કરીએ તો કેન્દ્રથી સવા સો કિમીનો વિસ્તાર ચક્રવાત રૂપે આવરી લ્યે છે. આ ઉપરાંત ૧૨૫ થી ૨૦૦ સુધીની સ્પીડ છે જે લેન્ડફોલ થતા ઓછી થવાની સંભાવના સેવાઈ રહી છે. હવામાન ખાતાના દાવા મુજબ આજે સાંજે ચાર થી આઠ વાગ્યા આસપાસ વાવાઝોડું સૌરાષ્ટ્રના કોડીનાર થી ઉના વચ્ચેના કિનારેથી જમીન પર પ્રવેશ કરશે. જમીન પર આવતા સ્પીડ ૧૨૦ થી ૧૬૦ પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાઠા, મહેસાણા સહિત તેની આસપાસના જીલ્લાઓને અસર કરશે. જમીન પ્રવેશ કર્યા બાદ આ જીલ્લાઓને લગભગ ૧૦ થી ૧૨  કલાક સુધી અસર કરશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારની વાવાઝોડાની સ્થિતિને લઈને હવામાન વિભાગે આ સંભાવના વ્યક્ત કરી છે પરંતુ વારે વારે દિશા બદલતા વાવાઝોડા ડીરેકશન અને ગતિને લઈને લેન્ડફોલ સ્થળ અને ગતિમાં ફેરફાર થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here