ઘટ:સ્પોટ : હત્યાનો ભોગ બનેલ યુવતી દેવભૂમિ દ્વારકા જીલ્લાની, પરિચિત સખ્સે જ પતાવી દીધી ?

0
792

જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણાથી ઝાખર ગામ તરફ જતા માર્ગ પરથી હત્યા કરી ફેકી દેવાયેલ યુવતીનો મૃતદેહ મળ્યા બાદ તેણીની ઓળખવિધિ થવા પામી છે. હત્યાનો ભોગ બનેલ યુવતી જામનગરમાં સ્વામીનારાયણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. તેના જ પુરુષ મિત્રએ તેણીની હત્યા નીપજાવી હોવાની વિગતો આધારભૂત સુત્રો માંથી જાણવા મળી છે. પોલીસ પણ આરોપીની નજીક પહોચી ગઈ હોવાની વિગતો સામે આવી છે.

પડાણા ગામથી ઝાખર ગામ તરફ જતા માર્ગ પર બે દિવસ પૂર્વે ૨૦ થી ૨૫ વર્ષીય વય ધરાવતી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાથના ભાગે એસ ત્રોફાવેલ યુવતીની ઓળખવિધિ માટે પોલીસે તપાસ હાથ ધરી થી. જેમાં આ યુવતી જામનગરની સ્વામી નારાયણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામની સીમા કાનાભાઈ ઉવ ૨૦ નામની યુવતી હાલ રાજકોટ ખાતે નર્સિંગનો અભ્યાસ કરે છે અને કોરોનાને લઈને કોલેજ બંધ હોવાથી અહી  નર્સ તરીકે નોકરીમાં જોડાઈ અહી જ હોસ્ટેલમાં રહેતી હતી. પોલીસે તેણીના મોબાઈલ નબરના આધારે તપાસ હાથ હતી જેમાં એક યુવક સાથેના સબંધ અને ઘટનાના દિવસે યુવક તેણીની સાથે હોવાનું સામે આવ્યું હતું. આ જ યુવકે તેણીની હત્યા નીપજાવી હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે. પોલીસ પણ આ સખ્સ નજીક પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યું  છે. પ્રેમ પ્રકરણમાં બંને વચ્ચે વિખવાદ થતા હત્યા નીપજાવી હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here