વાવાઝોડું : 3 દિવસ, ઉનાથી જયપુર સુધી..2 રાજ્યો, 14 જિલ્લા, 600 કિમી અંતર, 40 થી માંડી 175 કિમીની સ્પીડની સંભાવના

0
2279

જામનગર અપડેટ્સ : ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં તૌકતે વાવાઝોડું દસ્તક દેવાની તૈયારીમાં છે. ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લામાંના દરિયા કિનારેથી આ વાવાઝોડું જમીન પર પ્રવેશ કરશે. આ વાવાઝોડાની સ્પીડ ૧૨૫ થી ૧૭૫ માનવામાં આવી રહી છે. ચક્રવાતની સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત અને રાજ્સ્થાનના ૧૪ જીલ્લાઓમાંથી આ વાવાજોડું પસાર થશે તેમજ આ ૧૪ જિલ્લાઓની સરહદના જીલ્લાઓમાં પણ વ્યાપક અસર કરશે. બે દિવસ સુધીની જમીની સફરમાં આ વાવાઝોડું 600 કિમી અંતર કાપી જયપુરમાં પૂર્ણ થશે એમ હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે.

તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કદાચ આ સમાચાર વાંચતી વખતે વાવાઝોડું સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી પ્રવેશી ચુક્યું હશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબના વાવાજોડાના રૂટની વાત કરવામાં આવે તો ઉના આસપાસથી પ્રવેશ કરશે ત્યારે વાવાઝોડાની ઝડપ ૧૨૫ થી ૧૭૫ કિમી સુધી રહેશે અને ઘેરાવો લગભગ ૧૦૦ કિમી આસપાસનો રહેશે. ગીરસોમનાથ જીલ્લા અથવા ભાવનગરના તળાજા સુધીના દરિયા કિનારેથી પ્રવેશ કરનારું વાવાઝોડું અમરેલી-ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા અને બનાસકાઠાના જુદા જુદા તાલુકાઓને ચીરીને આગળ વધશે. ગુજરાતમાં જમીની પ્રવેશ બાદ લગભગ એકથી દોઢ દિવસ સુધી રાજ્યના ઉપરોક્ત અને તેની આસપાસના જીલ્લાઓમાં વ્યાપક અસર પહોચાડશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાઠાથી રાજસ્થાનમાં પ્રવેશ કરશે, રાજસ્થાનના સિરોહી જીલ્લાથી જાલોર, પાલી, અજમેર અને જયપુર વચ્ચે સ્થિર થઇ જાય એમ સંભાવનાઓ છે જો કે બનાસકાઠામાં જ તૌકતેની ઝડપ માત્ર ૬૦-૭૦ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જયારે જયપુરમાં આ વાવાઝોડું સામાન્ય બનશે એમ વિશ્વના હવામાન પર નજર રાખતી વિન્ડી વેબ સાઈટ પર સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here