રાહતના સમાચાર : કોરોનાના નવા દર્દીઓ અને મૃત્યાંકમાં નોંધપાત્ર ઘટાડો

0
695

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે મૃત્યુ ના દરમાં ધરખમ ઘટાડો થયો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૩૬ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે ગઇકાલે સાતમાં દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૧૯૨ અને ગ્રામ્યના ૯૧ સહિત ૨૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૨૮ અને ગ્રામ્યના ૧૨૪ મળી એકીસાથે ૪૫૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ  ઘણી રાહત જોવા મળી છે.જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા હવે બ્રેક લાગી છે અને આજે વધુ ઘટાડો થયો છે.

જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૩૫ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૩૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૦૮૨ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૯૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૦,૬૨૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૫૦૮ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૩,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૩,૩૩૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર વધુ ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૦૮૨ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૨૮ અને ગ્રામ્યના ૧૨૪ મળી ૪૫૨ દર્દીઓને રજા આપવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here