ATSની ટીમ પર ફાયરીંગ, આ ગેંગની સંડોવણી, કયા નેતાનો કરવાનો હતો ગેમ પ્લાન ?

0
717

જામનગર : અમદાવાદમાં આજે રીલીફ રોડ પર આવેલ વિનસ હોટેલમાં શાર્પ શુટરસ દ્વારા એટીએસની ટીમ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. મુંબઈના છોટા સકીલ ગેંગના આ શુટર ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આજે અમદવાદ એટીએસની ટીમને મળેલ હકીકતના આધારે રીલીફ રોડ પર આવેલ વિનસ હોટલ પર રેડ કરવામાં આવી હતી. આ હોટેલમાં અમુક શાર્પ શુટરોએ આશરો લીધો હોવાની હકીકતને લઈને એક ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગંધ આવી જતા આ શુટરોએ એટીએસની ટીમ પર ફાયરીંગ કર્યું હતું, એટીએસની ટીમે એક શુટરની બે હથિયાર સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ શુટર રાજ્યના પૂર્વ ગૃહ મંત્રીની હત્યા માટે અહી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here