ફાયરીંગ : જામનગરના કુખ્યાત સખ્સોનીસંડોવણી ખુલી, આ રીતે ઘડાયો હતો પ્લાન

0
2006

જામનગર : જામનગરમાં અગ્યાર દિવસ પૂર્વે બિલ્ડર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં જામનગરના કુખ્યાત રજાક સોપારીની સંડોવણી ખુલવા પામી છે. એક આરોપી સાથે જીલ્લામાં જેલમાં થયેલ મિત્રતા બાદ રજાકે તેના ભાઈ મારફતે આરોપીઓને દોઢ કરોડની સોપારી નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ગત તા.૩/૭/૨૦૨૦ના રોજ લાલપુર ચોકડી પાસે બિલ્ડર ગીરીશ ડેર પર અજાણ્યા ત્રણ સખ્સોએ ફાયરિગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી. દરમિયાન અમદાવાદ એટીએસની ટીમે આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ હિતેશ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા, સંજય બારડ અને પ્રવીણ ઉર્ફે વાળા નામના સખ્સોને પકડી પાડી જામનગર પોલીસના હવાલે કરાયા હતા. જામનગર પોલીસે ત્રણેય આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ પર લીધા છે.

આ પ્રકરણમાં મુખ્ય આરોપી એવા જયેશ પટેલ, કુખ્યાત રજાક સોપારી અને હિતુભા ઝાલા અને જશપાલસિંહ જાડેજા વચ્ચે વર્ષ ૨૦૧૬માં જેલમાં મુલાકાત થઇ હતી, પોતાને ક્રિષ્નાપાર્કવાળી જમીનનો લોચો પડ્યો હોવાનું જણાવતા રજાકે તેના ભાઈ હુશેન દાઉદ મારફતે હથિયાર મોકલાવ્યું હતું, જે હથિયાર હિતુભાને સપ્લાય કરવામાં આવ્યું હતું. જેના સહારે હિતુભા અને અને અન્ય અઆરોપીએ આ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો. જેને લઈને જયેશે દોઢ કરોડનો સોપારી પણ નક્કી કરી હતી. એડવાન્સ પેટે ત્રણેય સખ્સોને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે. ત્રણેય સખ્સો પેલી તારીખે જ જામનગ આવી ગયા હતા. અને હોટેલમાં રોકાયા હતા. વારદાત બાદ હિતુભા સહિતના અલગ અલગ પડી ગયા હતા. દરમિયાન આરોપીઓ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હોવાની વાત ધ્યાને આવતા એટીએસને જાણ કરવામાં આવી હતી જેને લઈને એટીએસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ પર છે.

હાલ ત્રણ શૂટર ઉપરાંત જસપાલસિંહ જાડેજાની પણ જામનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે રજાક અને તેના ભાઈ તેમજ જયેશ સુધી પહોચવા કવાયત શરુ કરવામાં આવી હોવાનું એસપી શરદ સિંઘલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here