કોરોનાકાળમાં લાઈમલાઈટમાં આવેલ મહિલા અગ્ર સચિવે જામનગરમાં કહ્યુ કે….

0
894

જામનગર : જ્યારથી રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે ત્યારથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાની લડાઈ છેડવામાં આવી છે. શરૂઆતમાં આ લડાઈમાં સેનાપતિ તરીકેની ભૂમિકામાં રહેલ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ આજે  જામનગરના મહેમાન બની  છે. જામનગર શહેર-જીલ્લામાં કોરોનાના સતત વધતા જતા દર્દીઓને લઈને અગ્ર સચિવ અને વહીવટી પ્રસાસન તેમજ અન્ય લગત વિભાગોના અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ યોજી હતી જેમાં હવે જામનગરમાં પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેનો ચર્ચા કરવામાં આવી હતી.

 વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા અને પરિસ્થિતિને પામી આગામી સમયમાં વધુ કોવીડ હોસ્પિટલની જરૂર પડશે જ, જામનગરની સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા આજે આરોગ્ય અગ્ર સચિવ જામનગરની મુલાકાત છે. આજે બાર વાગ્યે કલેકટર કચેરી ખાતે જયંતિ રવિ પહોચયા હતા. જયારે કલેકટર, કમિશ્નર, આરોગ્યના અધિકારીઓ અને જીલ્લા પંચાયત ડીડીઓ તેમજ જીલ્લા પોલીસવડા સહિતના અને સલગ્ન તંત્રના અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ યોજી હતી. જેમાં કોવિડ૧૯ ને લઈને જામનગરની સ્થિતિ અને આવનારી પરિસ્થિતિ સામે તમામ પ્રશાશન કઈ રીતે કાર્ય કરશે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આરોગ્ય અગ્ર સચિવે જામનગરમાં મીટીંગ બાદ કહ્યું હતું કે વધતી જતી દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખી ખાનગી હોસ્પિટલ પર હવે સારવાર કહી શકશે પરંતુ જે તે હોસ્પિટલએ કોવીડ૧૯ની માર્ગદર્શિકાનું અનુસરણ કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોનાને નાથવા માટે ખાનગી તબીબોની મદદ લેવાનું પણ કહ્યું હતું. શહેરની કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા અંગે કલેકટરે જયંતી મેડમને અવગત કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here