દ્વારકા : શું તમે આ સખ્સ પાસેથી લાયસન્સ કઢાવ્યું છે ? ચેતવા જેવું ખરું

0
812

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલ એક દુકાન પર દરોડો પાડી મોબાઈલ રીપેરીંગ કામ કરતા સખ્સને એલસીબી પોલીસે બોગસ લાયસન્સ બનાવતા પકડી પાડ્યો છે. આ સખ્સના જબ્જામાંથી થોકબંધ સાહીત્ય મળી આવ્યું છે. ત્યારે તમે તો આ સખ્સ પાસેથી લાયસન્સ નથી કઢાવ્યું ને એ પ્રશ્ન અસ્થાને છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ રોડ પર આવેલ ભોગાત ગામે સ્થાનિક એલસીબીની ટીમને મળેલ ચોક્કસ હકીકતના આધારે ક્રેઇન ઇન્ડિયા કંપનીના ગેઇટ સામે આવેલ એક મોબાઈલ રીપેરીંગની દુકાન પર દરોડો પાડ્યો હતો. ભોગાત ગામે વીધી મોબાઈલ શોપ પર દરોડો પાડી મોબાઈલ રીપેરીંગ કરતા દુકાનદાર વિજયભાઇ સાંજાભાઇ રૂડાચ ઉ.વ.૨૬ નામના સખ્સે પકડી પાડ્યો હતો. આ સખ્સે પોતાના આર્થીક ફાયદા માટે સરકાર સાથે છેતરપીંડી અને ગ્રાહકો સાથે વિશ્ર્વાસધાત કરી અલગ-અલગ માણસોના નામના તથા અલગ-અલગ નંબરના બનાવટી ડ્રાઇવીંગ લાઇસન્સ બનાવી ખરા તરીકે ઉપયોગ કરવાના હેતુથી વહેચી રોકડી કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.

આરોપીએ આર્થીક ફાયદો મેળવી તથા બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી ખોટી જાતેથી સહીઓ કરી આર્થીક ફાયદો મેળવી ગુન્હો આચાર્યો હોવાનું સામે આવતા એલસીબીની ટીમે આ સખ્સના કબજામાંથી બનાવતી લાયસન્સ બનાવવા માટેની રૂપિયા ૨૯૩૧૦ની મતા કબજે કરી હતી. કલ્યાણપુર પોલીસમાં આરોપી સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here