માસી હવે ભૂલી જ જવાનું કે કોઈ પ્રકાશ હતો, અનૈતિક સંબંધનો ગજબનો કિસ્સો

0
976

જામનગર : પાર્થ અને તેના મિત્રના કરતુતની ઓડિયોએ રાજ્ય ભરમાં ચકચાર મચાવી છે ત્યાં અનૈતિક સંબંધની પરાકાષ્ટા સમો વધુ એક ઓડિયો વાયરલ થયો છે. એક મહિલા અને તેના પ્રેમી વચ્ચેના અનૈતિક વાતચીતનો ઓડિયો હાલ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં માસીના જે તે યુવક સાથેના સબંધોની પાડોસીએ કરેલ ફોટોગ્રાફી અને ત્યારબાદ પ્રેમીનું રીએક્શન ગજબનું છે. અનૈતિક સંબંધમાં ફસાઈ ગયેલ મહિલાને ઉગારવાને બદલે પ્રેમીએ હાથ ઊંચા કરી દઈ તત્કાલ સબંધ કાપી નાખી હવે પછી ભૂલી જજો એમ ચોખેચોખું પરખાવી દેતો સંભળાય રહ્યો છે. સમાજને લાલબતી ધરતો આ કિસ્સો સમાજમાં ચાલતા અનિષ્ટ સબંધોની ચાડી ખાય છે.

એક મિત્રએ મિત્રને કરેલ ફોન કોલની ઓડીયો પણ ખુબ વાયરલ થઇ હતી. જેમાં બે મિત્રોના કરતુત અંગે એક મિત્રના પપ્પાને કાનોકાન ખબર પડી જાય છે. ફિલ્મ છેલ્લો દિવસમાં એક મિત્ર તેના મિત્રને ફોન કરી મણ-મણની ચોપડાવે છે, પણ અંતે ખબર પડે છે કે ફોન મિત્રના પપ્પાએ રીસીવ કર્યો છે !!!! બસ આવો જ એક ઓડિયો પાર્થના નામે વાયરલ થયો છે. જેમાં જે વાત મિત્રને કરવી જોઈતી હતી તે વાત ફોન રીસીવ કરનાર એક મિત્રના પપ્પા સાંભળી જાય છે. આ ઓડિયો વાયરલ થયા બાદ સોસીયલ મીડ્યામાં ‘પાર્થની લાગી વાટ’ બહુજ ટ્રેન્ડ થયું હતું. આ ઓડિયો બાદ વધુ એક મહિલા અને તેને પ્રેમી વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ‘માસી અને પ્રકાશ નામના પાત્રોનો સંવાદ છે. વાત એમ છે કે બંને વચ્ચેના અનૈતિક સબંધ અને અંગત પળોને ‘માસી’ની બાજુમાં રહેતો કોઈ સખ્સ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લ્યે છે, સમય જતા એ જ યુવાન ‘માસી’ના ઘરે પહોચે છે અને માસી પાસે શારીરિક સંબંધની માંગણી કરે છે. આ વાતને લઈને ‘માસી’ અને તેના પ્રેમી ‘પ્રકાશ’ વાતચીત કરે છે. પ્રકાસ પ્રથમ વાતને શાંતિથી સાંભળે છે ત્યાર બાદ ખબર પડે છે કે એ ફોટાઓમાં માસીની સાથે પોતે પણ નજરે પડે છે ત્યારે ફટ દઈને માસીને કહી દે છે….માસી હવે ભૂલી જવાનું, આપણી વચ્ચે કઈ હતું. આજથી આપણી વચ્ચે કઈ નથી, ત્યારે માસી કહે છે કે એક વાર ઘરે તો આવ, જેની સામે પ્રકાશ તુરંત કર્હે છે કે, અરે અત્યારથી જ આપણી વચ્ચે પૂર્ણ વિરામ !!!! જો કે માસી પણ પ્રકાસને હૈયા ધારણા આપે છે કે હું તેની પાસેથી એ વિડીયો અને ફોટા ડીલીટ કરાવી લઈશ, ત્યારે પ્રકાસ તુરંત બોલે છે કે એ કામ થઇ જાય પછી મને કહેજો હું આવીશ…આવી વાતચીત કરતા અનૈતિક સબંધ સમાજની અધોગતિ દર્શાવી રહયા છે. ઓડિયોની બોલી ઉતરગુજરાત તરફની આ ઓડિયો હોવાનો ઇસારો કરી રહી છે. જો કે આ ઓડિયો કયાનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી પણ આ કિસ્સો ખરેખર સમાજની આંખ ઉઘાડનારો ગણાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here