સિક્કાના ચીફ ઓફિસરે અરજદારને નફ્ફટાઈથી કહ્યું ‘જ્યાં જવું હોય ત્યાં જા હો ભાઈ’

0
715

જામનગર : જામનગર તાલુકાના સિક્કા ગામે આવેલ નગરપાલિકાના અણઘણ વહીવટને લઈને ફરી વખત વિવાદ સર્જાયો છે. રાધે સ્વામી સોસાયટીના પાણીના ટાંકાની સફાઈ બાદની સ્થિતિથી તંગ આવી ગયેલ નાગરિકોને સમસ્યા દુર કરવા છેક  નાયબ મુખ્ય મંત્રી સુધી સંપર્ક કરવો પડ્યો છે. પરંતુ હાથ નિરાસા જ લાગી છે. નાગરિકોએ મંત્રીઓ અને સ્થાનિક ચીફ ઓફિસરને કરેલ ટેલીફોનીક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી ઉલટાનું સ્થાનિક ચીફ ઓફિસરે તો અરજદારને જ્યાં જવું હોય ત્યાં જવાનું કહી અપમાનિત કર્યા છે.

જામનગર નજીકના સિક્કા ગામે રાધા સ્વામી સોસાયટીમાં આવેલ પાણીનો ટાંકો હાલ રહેવાસીઓ માટે લાંબા સમયથી સમસ્યાનું મૂળ રૂપ બન્યો છે. નથી પાણી સમસ્યા કે નથી પાણીના ટાંકાની જર્જરિત હાલ, પણ સમસ્યા છે સફાઈ કરતી વેળાએ દાખવવામાં આવતી બેદરકારીને લઈને, નગરપાલિકાના માણસો પાણીના ટાંકાની સફાઈ કરી પાણીની નદીઓ વહેવડાવે છે આ પાણી નજીકની  સોસાયટીઓમાં ઘુસી જાય છે. દર વખતે આ જ સમસ્યા ઉભી થતા રહેવાસીઓએ સ્થાનિક નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. જો કે સમસ્યા જેવીને તેવી જ રહેતા સોસાયટીના એક નાગરિકે કલેકટરને મેઈલ કરી ન્યાય માંગ્યો હતો. છતાં પણ નિરાકરણ નહી થતા આખરે નાગરિકોએ પાણી પુરવઠા મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનો ટેલીફોનીક  સંપર્ક કર્યો હતો. જેમાં મંત્રી કુવરજીભાઈએ જોઈ લેવાની વાત કરી હતી તો નીતિન પટેલે કલેકટરને રજૂઆત કરવાની ખો આપી હતી. આ રજૂઆતમાં ચોકાવનારી બાબત સ્થાનીક ચીફ ઓફિસરની છે. કારણ કે અવારનવારની ફરિયાદો છતાં સમસ્યા, સમસ્યા જ રહેતા સ્થાનિક નાગરિકે આ સમસ્યા સોશિયલ મીડિયામાં લાઈવ કરવા કહ્યું હતું જેને લઈને ચીફ ઓફિસરે અરજદારને જ્યાં જવું હોય ત્યાં જે કરવું હોય તે કરી લેવાની ધમકી આપી દીધી હતી.

આ વાતચીતના ઓડિયો પણ અરજદારોએ જામનગર અપડેટ્સને મોકલ્યા છે. છેક ગાંધીનગર સુધી ગયેલી આ સામાન્ય સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય અને અધિકારીઓ  પોતાની મનમાની ચલાવી તોછડાઈ ભર્યા જવાબો આપતા હોય તો ગંભીર સમસ્યાની રજૂઆત કેવી રાતે કરી સકાય એમ પણ ચર્ચાઓ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here