એક્ઝામ ડે : પેપર લીક બાદ આજે GPSCની પરીક્ષા

0
821

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. સ્પર્ધાત્ક પરીક્ષાનું પેપર લીક અને પરીક્ષા રદનો  મુદ્દો હજુ ગાજે જ છે ત્યારે આજે રાજયભરમાં જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ટુની જુદી જુદી જગ્યાઓ માટે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર સહિત રાજ્યભરમાં આજે જીપીએસસી પરીક્ષાનું આયોજન કરાયું છે. વર્ગ એક અને બે ની અગલ અલગ જગ્યાઓ માટે આજે જામનગરમાં ૧૬ બિલ્ડીંગમાં સાડા ત્રણ હજાર ઉપરાત ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સવાર અને બપોર બાદ એમ બે તબક્કામાં ઉમેદવારો બે પેપરની પરીક્ષા  આપશે..આ પરીક્ષાના આયોજનમાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ સહીત ૨૭૦ કર્મચારીઓ ફરજમાં જોડાયા છે. ગુજરાત ગૌણ સેવા પસદગી મંડળના પેપર લીક બાદ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષામાં કોઈ ગેર રીતી ન થાય તે માટે પુરતી તકેદારી લેવામાં આવી છે. દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો જીલ્લા શિક્ષણાધિકારી એસએલ ડોડીયાએ દાવો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here