જામનગર જીલ્લાના જોડિયા પંથકમાં દર વર્ષે ક્ષાર નીયંત્રણ કચેરી દ્વારા ૧૪ લાખનું કામ કરવામાં આવે છે. પણ આ કામ માત્ર પાંચ લાખમાં આટોપી લઇ નવ લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો જીલ્લા પંચાયત પ્રમુખ ધરમસી ચનીયારાએ આક્ષેપ લગાવ્યો છે. કૃષિ મંત્રી સાથે જોડિયા પંથકના ખેડૂતોની યોજાયેલ મીટીંગમાં પ્રમુખે અધિકારીઓની હાજરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી હવે ચલાવી નહી લેવાય એવી પણ ચીમકી આપવામાં આવી છે.

દર વર્ષે આજી અને ઊંડ ડેમના પાણી જોડિયા પંથકમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાની પહોચે છે. આ વર્ષે તો અતિવૃષ્ટિ થતા ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા. જો કે દર વર્ષે ચોમાસા દરમિયાન થતી ખુવારી પાછળ તંત્રની નીતિઓ જવાબદાર હોવાનો ખેડૂતો અવારનવાર આક્ષેપ કરતા હતા. જેને લઈને રાજ્યના કૃષિ મંત્રી અને સ્થાનિક જીલ્લા પંચાયત તથા તાલુકાને સલગ્ન અન્ય કચેરીઓના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમિયાન જીલ્લા પંચાયત પ્રમુખ ધરમસી ચનીયારાએ ક્ષાર નિયંત્રણ કચેરીના અધિકારીઓ સામે સણસણતો આક્ષેપ લગાવ્યો હતો. દર વર્ષે ખેડૂતો જે વરસાદી પાણીનો ભોગ બને છે તેમાં ક્ષાર નીયંત્રણ કચેરીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. કચેરી દ્વારા દર વર્ષે ૧૪ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને માત્ર પાંચ લાખનું કામ કરવામાં આવતું હોવાનો તેઓએ આક્ષેપ લગાવ્યો હતો. આ સમયે ક્ષાર નીયંત્રણ કચેરીના અધિકારીઓ પણ હાજર હતા. તેઓને પ્રમુખે ચીમકી પણ આપી છે કે હવે આવું ચલાવી લેવાય, પ્રમુખના તેવર જોઈને હાજર ખેડૂતોએ તેઓને તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા.
બાબુરાજનો વિડીઓ : ટેન્ડર 15 લાખનું કામ 5 લાખનું કરો છો..જામનગર જિલ્લા પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, અમારી ચેનલને સબસક્રાઇવ કરી, બેલ આઈકન પર ક્લિક કરો, મળશે અપડેટ લગાતાર