દ્વારકા: વોર્ડની ચૂંટણીનું મનદુઃખ ફરી સપાટી પર આવ્યું, જાહેરમાં મારામારી

0
233

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના આરંભડા ગામે ચાર શખ્સોએ અન્ય પરિવારના કાકા-ભત્રીજાના સહિતનાઓ  પર હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સંબંધે મીઠાપુર પોલીસ દળમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાંચ વર્ષ પૂર્વે વોર્ડમાં સભ્ય તરીકેની ચૂંટણી દરમિયાન ઉભેલા આરોપી પૈકીના એક આરોપીને ચૂંટણીમાં થયેલ મનદુઃખ ને લઈને અગાઉ પણ હુમલો કર્યો હતો ત્યાર બાદ ગઈ કાલે પણ આ જ મનદુઃખ ને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના આરંભડામાં રામપરામાં રહેતા આશાભા કરસનભાઈ કેરના ઘરે આવેલા કાયાભા કેર તેના દીકરો સાગર, રઘુભા રામભા કેર અને વનરાજભા લખમણભા કેર નામના ચાર શખ્સોએ આશાભાના ભાઈ વાલાભાઈ તથા તેમના બે દિકરા શિવ અને રાજુભા પર હુમલો કરી લાકડાના ધોકાઓ વડે માર માર્યો હતો આડેધડ માર મારતા શિવ અને ડાબા હાથમાં ફેક્ચર તથા આશાભા અને તેના દીકરા અને તથા તેના ભાઈને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ વાણીવિલાસ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ આશાભાઈ ચારેય શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આજથી પાંચેક વર્ષ પહેલાં વોર્ડમાં સભ્ય તરીકેની ચૂંટણીમાં આરોપી કાયાભા ઊભા હતા ત્યારે તેને સાથ નહીં આપ્યો હોવાના મનદુઃખ ને લઈને અગાઉ પણ હુમલો કર્યો હતો આ જ બાબતમાં મન દુખ ને લઈને ગઇકાલે પણ કાયાભા સહિતના આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદમાં જાહેર થયું છે આ બનાવમાં શિવુભા, રાજુભા અને વાલાભાને ઇજા પહોંચી હોવાનું જાહેર થયું છે. આ ફરિયાદના આધારે મીઠાપુર પોલીસ દફતરના એએસઆઈ બી આર કાગડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here