બેટ દ્વારકા: સસ્તા અનાજના દુકાન સંચાલક આઈપીએલની મેચ પર સટ્ટો લેતા પકડાયા

0
261

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ-દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પાછળ જાહેરમાં મોબાઈલ પર આઈપીએલની  ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે પકડી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. આરોપી બેટ-દ્વારકામાં સસ્તા અનાજની દુકાન ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસ આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા રાજેશ ચંદ્રકાંતભાઈ ભાયાણી નામના સસ્તા અનાજની દુકાનના સંચાલક આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડી જુગાર રમાડતા હોવાની પોલીસને ચોકકસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે ઓખા મરીન પોલીસ તેમના સ્ટાફે દરોડો પાડયો હતો

આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલા રાજેશભાઈ નામના શખ્સને પોલીસે આંતરી લીધો હતો. આ શખ્સ જુગાર રમવા માટેની આઈડી વેચાતી લઇ પોતાના મોબાઈલ પર હારજીત અને રનફેર અને પરિણામ સહિતના મુદ્દાઓ પર જુગાર રમાડતો હોવાની હકીકત સામે આવી હતી, પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડ અને મોબાઇલ કબજે કરી હતી. ઓખા મરીન પોલીસે આરોપી સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here