જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક બે કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. જ્યારે બે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક ખંભાળિયા રોડ પર આજે સાંજે જીજે 6 ડી કયું 1000 અને અન્ય એક કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી એમ ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. તમામ મૃતક અમદાવાદના છે. જેમાં રોનક વિજયભાઈ રાજુપૂત, પૂજા રોનક રાજપૂત, મધુબેન વિજયભાઈ રાજપૂત અને
ભૂમિબેન અલ્પેશભાઈ ચૌધરી એમ ચાર વ્યક્તિઓના મોટ થયા છે જયારે એક બાળકને ઇજા પહોંચતા દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. વધારે વિગતો મેળવવામાં આવી રહી છે.