દ્વારકા : બધું ખુલી જશે, એ દર્દીને ન્યુમોનિયા છે… ઓડિયો વાયરલ

0
897

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે છેલ્લા એક સપ્તાહમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાને લઈને શહેરમાં ભય ફેલાયો છે. આવા વાતાવરણ વચ્ચે આજે એક ઓડિયો વાયરલ થયો છે જેમાં કોઈ વ્યક્તિ ચોક્કસ દર્દીનું નામ લઇ કહે છે કે તેઓને કોરોના નથી એમ જણાવી ન્યુમોનિયા હોવાનું બોલતા સંભળાય છે, સાથે સાથે તંત્રએ કોરોના કોરોના કરી ગોટો વાર્યો હોય એમ પણ કહી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ ખાતે દર્દીઓની સંખ્યામાં થઇ રહેલ વધારો થોડો ચિંતા ઉપજાવે તેવો છે પરંતુ ગભરાહટ થાય એવું તો નથી જ, આવા વાતાવરણ વચ્ચે આજે દ્વારકામાં એક ઓડિયો વાયરલ થયો છે.જેમાં શહેરમાં જે દર્દી પોજીટીવ આવ્યા છે તે ખરેખર પોજીટીવ નથી એ દર્દીને ન્યુમોનિયા છે એમ દાવો કરવામાં આવી રહ્યો છે સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે પોજીટીવ દર્દીમાં તંત્રએ ગોટો વાર્યો છે. ખંભાલીયા તેનો રીપોર્ટ ન્યુમોનિયા તરીકેનો આવ્યો છે. જો કે વાયરલ ઓડિયોમાં કરવામાં આવેલ દાવોં કદાચ સાચો પણ હોય અને ન પણ હોય, કોઈ દર્દી પોજીટીવ હોવાથી સમગ્ર શહેરમાં ભય ફેલાય જાય એ જરૂરી નથી કારણ કે, કોરોના એક બીજાના સંપર્કથી ફેલાતો રોગ છે તેથી સોસીયલ ડીસ્ટન્સ અને માસ્ક તેમજ સેનિટાઈઝ સહિતની સજાગતા રાખવામાં તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય એમ છે. બીજું દર્દીઓ આવતા બજાર બંધ થઇ જશે એવું પણ નથી. જે તે દર્દીના વિસ્તારમાં પણ અમુક અંતર સુધી જ પ્રતિબંધ લગાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here