કોરોનામાં તંત્રનું તંત્ર-મંત્ર : મોતની સંખ્યા ૨૮ કે માત્ર પાંચ ?

0
539

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ તીવ્ર ગતીએ આગળ વધુ રહ્યું છે. દરરોજ નવા નવા દર્દીઓ તો ઉમેરાતા જાય છે પણ સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ત્યારે તંત્ર દ્વારા આપવામાં આવતા દરરોજના મેડીકલ બુલેટીનમાં વિસંગતતા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસની જ વાત કરવામાં આવે તો જામગનર મહાનગરપાલિકાના પ્રથમ દિવસના બુલેટીનમાં મોતની સંખ્યા ૨૮ દર્શાવવામાં આવી છે જયારે બીજા જ દિવસે એટલે કે ગઈ કાલના બુલેટીનમાં મૃતકોની સંખ્યા ઘટીને પાંચ થઇ ગઈ છે.

કોરોનાના આકડાઓને લઈને દરરોજ જોવા મળતી વિસંગતતાઓ બાદ જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મહાનગરપાલિકા તંત્ર અલગ અલગ બુલેટીન આપે છે. જેમાં બંને તંત્રના આકડાઓમાં વિસંગતતાઓ જોવા મળી છે. જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા એક દિવસ દર્દીઓની સંખ્યામાં તફાવત જોવા મળ્યો હતો જેમાં તા. ૧૫/૭/૨૦૨૦ના સતાવાર બુલેટીનમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૦૦ દર્શાવવામાં આવી હતી. જયારે બીજા જ દિવસે એટલે કે ૧૬/૭/૨૦૨૦ના બુલેટીનમાં આ સંખ્યા ઘટી ૯૫ થઇ ગઈ હતી. આવું બની શકે ખરું ?

બીજી તરફ આજે મહાનગરપાલિકાએ પણ આવો જ ગૂંચવાડો ઉભો કર્યો છે. તા.૨૩/૭/૨૦૨૦ના રીપોર્ટમાં શહેરમાં મૃતકોની સંખ્યા ૨૮ બતાવવામાં આવી છે. જયારે ગઈ કાલ  એટલે કે તા. ૨૪/૭/૨૦૨૦ના રોજના બુલેટીનમાં મૃતકોની સંખ્યા ઘટીને માત્ર પાંચ જ થઇ ગઈ છે. આવું કેમ ? આ બાબતે ડીએમસી વસતાણીનો સંપર્ક કરતા તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે કદાચ પ્રિન્ટ ક્ષતીના કારણે થયું હોવું જોઈએ, જો કે કોરોનાના આકડાઓને લઈને તંત્ર છુપાછુપીની રમત રમતી હોવાના રાજ્યભરમાંથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ આક્ષેપ જામનગરના તંત્ર સાચા સાબિત કરતા હોય તેમ હાલ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here