દ્વારકા : બુટલેગરોએ લાખો રૂપિયાનો દારુ ઘુસાડવા ફૂલપ્રૂફ પ્લાન કર્યો પણ…

0
937

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે એલસીબી પોલીસે ૧૬.૭૨ લાખની કીમતનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બુટલેગરોએ આ જથ્થો ઘુસાડવા ટેન્કરનો ઉપયોગ કર્યો હતો જેથી પોલીસને શંકા જ જાય પરંતુ પોલીસે ચપળતા દાખવતા આ જથ્થો જીલ્લાના પ્યાસીઓ સુધી પહોચે તે પૂર્વે જ પકડી પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડ પંથક વિદેશી અને દેશી દારૂના વેપલા માટે વગોવાયો છે, સમયાન્તરે પોલીસ આ વિસ્તારમાં દરોડાઓ પાડી મોટો જથ્થો પકડી પાડતી આવી છે જેમાં આજે રાત્રે અમુક સખ્સો ખંભાલીયા વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાની વેતરણ કરવાના હોવાની સ્થાનિક ગુન્હા શોધક શાખાને હકીકત મળી હતી જેને લઈને સમગ્ર એલસીબી સ્ટાફે મોડી રાત્રે જામનગર રોડ પર આવેલ મુન્દ્રા ફર્નીચર પાસે વોચ ગોધવી હતી જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ટેન્કરને પોલીસે આંતરી લીધું હતું. પરંતુ આ ટેન્કરની આગળ પાયલોટીંગ કરતી એક કાર પુરપાટ ઝડપે નાશી છુટી હતી. જેને લઈને પોલીસે તેનો નિષ્ફળ પીછો કર્યો હતો જયારે ટેન્કરની તલાસી લેતા અંદરથી રૂપિયા ૧૬.૭૨ લાખની કિમતનો કુલ ૫૫૨૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજસ્થાનના ટેન્કર ચાલક દિનેશકુમાર ભગીરથરામ બિશ્નોઈની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં માંગીલાલ તેજારામ બિશ્નોઈ અને પાયલોટીંગ કરનાર કાર જીજે ૩૭ ઈ ૬૮૮૮ના ચાલકને ફરાર દર્શાવ્યા છે. સ્થાનીક બુટલેગરોએ દારુ ઘુસાડવા ટેન્કરનો ઉપયોગ કરી ફૂલ પ્રૂફ પ્લાન કર્યો હતો પરતું પોલીસની ચપળતા સામે આ પ્લાન નિષ્ફળ ગયો હતો. આ કાર્યવાહી એલસીબી પીઆઈ મનીષ ચન્દ્રાવડીયા સહિતના સ્ટાફે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here