ચકચાર : રાજકીય હથિયાર હેઠા પડ્યા, નગરસેવકના ભાણેજ-પુત્ર-ભત્રીજા સામે બળાત્કારની ફરિયાદ

0
1779

જામનગર : જામગનરમાં ચકચારી બનેલા પ્રકરણમાં આખરે પોલીસે રાજકીય પ્રેશર વચ્ચે પણ કોર્ટના હુકમ બાદ ભાજપના નગરસેવકના ભાણેજ, પુત્ર અને ભત્રીજો સામે ફરિયાદ નોંધી છે. યુવતીએ બળાત્કાર, ધાકધમકી અને જાતી અપમાનિત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા નાછૂટકે સીટી બી ડીવીજન પોલીસે તપાસ શરુ કરવી પડી છે.

છેલ્લા બે માસથી શહેરમાં ટોકિંગ પોઈન્ટ બની ગયેલ પ્રકરણની વિગત મુજબ, શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા હિતેન સામજીભાઈ કણજારીયાએ એક વર્ષ પૂર્વે શહેરની જ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં મળેલ આ સખ્સે યુવતીને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી સબંધ વધાર્યો હતો. દરમિયાન પ્રેમના નામે પ્રેમી હિતેને અનેક વખત શારીરિક સબંધની માંગણી કરી હતી જેની સામે યુવતીએ લગ્નની ઇચ્છા જાહેર કરી હતી. સમયજતા આ સખ્સે વર્ષ ૨૦૧૯માં માર્ચ મહિનામાં વિદ્યાનગર લઇ ગયો હતો. જ્યાં પણ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતી રડવા લાગતા આખરે હિતેને તેણીને ૯/૯/૨૦૧૯ના રોજ ધોરાજી લઇ જઈ તેને મિત્ર પાસે લગ્નના કાગળો તૈયાર કરાવી, સાથેના ફોટો પાડી, કાગળોમાં સહીઓ લીધી હતી. ત્યારબાદ હિતેને તેણીને તેના ઘરે લઇ જવાના બદલે થોડા સમય બાદ લઇ જઈશ એમ જણાવી તેણી સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા અને તેના માતાના ઘરે મોકલી દીધી હતી. અહી સુધી બધું બરાબર હતું પણ હિતેન તેણીને ઘરે લઇ ગયા પછી તેના માતાપિતાએ ઘરમાં પ્રવેશ આપ્યો ન હતો અને યેનકેન પ્રકારે તેણીને તેના માતાના ઘરે મોકલી દીધી હતી. ત્યારબાદ પણ હિતેન તેણી સાથે શારીરિક સંબંધ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ હાલ કોરોનાકાળમાં માતાને ઘરે રહેલ યુવતીને હિતેન અને તેના મામા એવા ભાજપના કોર્પોરેટર એવા જશરાજ પરમારના પુત્ર તપન અને ભત્રીજા પૂર્વેશ પરમારએ સાથે રહી તેણીને બોલાવી બે-ત્રણ વખત મીટીંગ કરી હડધૂત કરી તેણીની કાસ્ટ વિષે જેમતેમ બોલી તરછોડી દીધી હતી. આરોપી હિતેને તેણીનો પત્ની તરીકે અસ્વીકાર કરી ઇનકાર કર્યો હતો, પોતાની સાથે વિશ્વાસઘાત કરી હિતેને બળાત્કાર ગુજારી, તેના મામાના દીકરા સાથે મળી ધાક ધમકી આપી હતી જ્ઞાતિ અપમાનિત કરી હતી. જેને લઈને તેણીએ મહિનાં પૂર્વે એસપીને અરજી કરી હતી. જેના જવાબમાં પોલીસે રાજકીય દબાવ વચ્ચે પ્રકરણને દબાવી દેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે અરજીનો માંડવાળ કરી દેતા યુવતીએ શહેરના નામાંકિત વકીલ વીએચ કનારાનો સંપર્ક કરી કોર્ટમાં અરજી કરી છે. અને સીઆરપીસી કલમ ૧૫૬ મુજબ સીટી બી ડીવીજનના અધીકારીને હુકમ કરવાની માંગણી કરી હતી. જેને લઈને કોર્ટે સીટી બી ડીવીજનના પીઆઈને બોલાવી ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. જેને લઈને પોલીસે નાછૂટકે ત્રણેય આરોપીઓ સામે બળાત્કાર, ધાકધમકી અને હડધૂત કરવા સબબ ફરિયાદ નોંધવા મજબુર થવું પડ્યું છે. રાજકીય હથિયારો હેઠા પડતા અને કોર્ટના સખ્ત વલણની હાલ શહેરમાં ચર્ચા થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here